Surat News:સુરતમાં કોર્પોરેટરનું બાંકડા કૌભાંડ સામે આવ્યું છે. અહીં કોર્પોરેટરે ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા પોતાના ઘરે ટેરેસ પર લગાવી દેતા વિવાદ સર્જાય છે. જાણીએ શું છે મામલો


સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું બાકડા કૌભાંડ બહાર આવ્યું છે. અહીં સરકારી ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા કોર્પોરેટરે પોતાના ઉપયોગ માટે ઘરના ટેરેસ પર મૂકી દીધા હતા. આ બાકડાંનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા બાંકડા પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ટેરેસ પર ચઢાવી દેતા વિવાદ સર્જાયો હતો.


ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા ત્રણ બાંકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ ઘટનાનો અહેવાલ એબીપી અસ્મિતા પર પ્રસારિત થયો હતો બાદ કોર્પોરેટર દોડતા થયા હતા અને તાબડતોબ બાંકડાને ઘરના ટેરેસ પરથી હટાવ્યાં હતા. જો કે બાદ તેમણે આ સમગ્ર મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં કોઈને ત્યાં પ્રસંગ હતો તેથી બાકડા ટેરેસ પર મુકાયા છે, હવે ઉતારી દેવામા આવ્યાં છે.


Surat: રથયાત્રા પહેલા એક્શનમાં, અડધીરાત્રે 138 લોકોને દબોચ્યા, મળ્યા આવા હથિયારો


Surat: રાજ્યમાં રથયાત્રા પહેલા પોલીસ સજાગ થઇ ગઇ છે, અને ઠેર ઠેર કૉમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સુરતમાં પોલીસે ગઇરાત્રે અચાનક કૉમ્બિંગ કરતાં મોટી જથ્થામાં ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. રથયાત્રા પહેલા સુરતમાં GIDC પોલીસે તકેદારીના ભાગરૂપે સચિનનું મોટા પાયે કૉમ્બિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં ચપ્પૂ, છરા સહિતના કેટલાય ઘાતક હથિયારો મળી આવ્યા હતા. કૉમ્બિંગ દરમિયાન ચોરીના અને શંકાસ્પદ 135 જેટલા મોબાઈલ સાથે ત્રણ લોકોનેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો લઈને ફરતા વાહનચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 138 લોકો સામે રાત્રી કૉમ્બિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. 


મુસ્લિમોના કાર્યક્રમમાં જઇને પીઆઇએ આપી ચિમકી, બોલ્યા- જો કોઇ ડ્રગ્સ વેચશે તો અલ્લાહ કી કસમ.........


Surat: સુરતમાં એક જાહેર મંચ પરથી પીઆઇએ ખુલ્લેઆમ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે, ખરેખરમાં, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી આપતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ પેડલરો કો નહીં છોડુંગા'. વાત એમ છે કે, સુરતમાં શનિવારે મુસ્લિમ બિરાદરોનો એક કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન આમાં સામેલ થયેલા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારા ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલરોને લઇને ચિંતિત હતા, અને તેમને મુસ્લિમોના આ કાર્યક્રમમાં મંચ પરથી ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ, ભગવાન કી કસમ ડ્રગ પેડલરો કો નહીં છોડુંગા'. આ કાર્યક્રમ સુરતમાં સુલતાનિયા જિમ ખાનામાં મૉટીવેશનલ સ્પીકરનો હતો. પીઆઇ અતુલ સોનારાએ જાહેરમાં ડ્રગ્સ પેડલરોને ચિમકી આપી હતી તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.