Surat: રાજ્યમાં રથયાત્રા પહેલા પોલીસ સજાગ થઇ ગઇ છે, અને ઠેર ઠેર કૉમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સુરતમાં પોલીસે ગઇરાત્રે અચાનક કૉમ્બિંગ કરતાં મોટી જથ્થામાં ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. રથયાત્રા પહેલા સુરતમાં GIDC પોલીસે તકેદારીના ભાગરૂપે સચિનનું મોટા પાયે કૉમ્બિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં ચપ્પૂ, છરા સહિતના કેટલાય ઘાતક હથિયારો મળી આવ્યા હતા. કૉમ્બિંગ દરમિયાન ચોરીના અને શંકાસ્પદ 135 જેટલા મોબાઈલ સાથે ત્રણ લોકોનેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો લઈને ફરતા વાહનચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 138 લોકો સામે રાત્રી કૉમ્બિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી.
મુસ્લિમોના કાર્યક્રમમાં જઇને પીઆઇએ આપી ચિમકી, બોલ્યા- જો કોઇ ડ્રગ્સ વેચશે તો અલ્લાહ કી કસમ.........
Surat: સુરતમાં એક જાહેર મંચ પરથી પીઆઇએ ખુલ્લેઆમ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે, ખરેખરમાં, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જાહેર મંચ પરથી ચીમકી આપતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ ડ્રગ્સ પેડલરો કો નહીં છોડુંગા'. વાત એમ છે કે, સુરતમાં શનિવારે મુસ્લિમ બિરાદરોનો એક કાર્યક્રમ યોજાયો હતો, આ દરમિયાન આમાં સામેલ થયેલા રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારા ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલરોને લઇને ચિંતિત હતા, અને તેમને મુસ્લિમોના આ કાર્યક્રમમાં મંચ પરથી ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, 'અલ્લાહ કી કસમ, ભગવાન કી કસમ ડ્રગ પેડલરો કો નહીં છોડુંગા'. આ કાર્યક્રમ સુરતમાં સુલતાનિયા જિમ ખાનામાં મૉટીવેશનલ સ્પીકરનો હતો. પીઆઇ અતુલ સોનારાએ જાહેરમાં ડ્રગ્સ પેડલરોને ચિમકી આપી હતી તેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
સુરતમાં યુવાધન નશાના રવાડે ચડ્યું, ચાલુ સીટી બસમાં યુવકો નશો કરતાં જોવા મળ્યાં, વીડિયો વાયરલ
Surat: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ પકડાયાની ઘટના સામે આવી છે તેના પરથી સ્પષ્ટ છે કે ગુજરતનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. ત્યારે હવે સુરતમાંથી યુવાધન નશાના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચાલુ સીટી બસમાં યુવાધન નશો કરતા જોવા મળ્યા છે. સોસીયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં કિશોર સહિત બે શખ્સો નશીલા પદાર્થનું કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. મનપા સંચાલિત બ્લ્યુ સીટી બસમાં નશો કરતા યુવાનો મોબાઈલમાં કેદ થઈ ગયા છે. બસમાં સવાર અન્ય મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનું માલુમ પડે છે. સુરતમાં સોશીયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં સગીર સહિત બંને શખ્સો ફેવી બોન્ડનો નશો કરતા હોવાનું અનુમાન છે. શહેરમાં યુવાપેઢી નશાના રવાડે ચઢી છે ત્યારે આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય છે.