પીવીએસ શર્માએ કહ્યું કે, મારી ધરપકડ ભલે થાય હું જેલમાં જવા તૈયાર છું. જ્યાં સુધી મૌલિક અધિકારી નું હનન થશે ત્યાં સુધી ધરણા પરથી ઉઠવાનો નથી. જે આઇટી અધિકારીના નામ જાહેર કરવાનો છું તેમાં ફફડાટ મચ્યો છે. હું મારી લડત આગળ પણ ચલાવીશ.
શહેરના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મુકનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં જ ઇન્કમ ટેક્સની રેડ પડી છે. આઇટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે પોતાની મેળે તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન કલામંદિર જ્વેલર્સ સામેનો વિવાદ વધુ ઘેરાયો હતો.
પીવીએસ શર્માએ તાજેતરમાં વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે તે સંદર્ભે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઇ. નોટબંધીની રાત્રીએ અન્ય જવેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ થયું હોઇ શકે છે.
આ છે 5 લાખની ઓછી કિંમતની ટોપ-5 કાર, ફેસ્ટિવલ સીઝનમાં મળી રહ્યું છે તેના પર તગડું ડિસ્કાઉન્ટ
વિશ્વમાં પ્રથમ વખત 24 કલાકમાં આવ્યા 4.36 લાખ કોરોના કેસ, મોતનો આંકડો પણ વધ્યો