નવસારીઃ જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચઈ ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે.