સુરતઃ માંગરોળમાં ભાજપના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. માંગરોળના તરસાડી ભાજપ આગેવાન કિશોરસિંહ કોસાડા સહિત ૬ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુત્ર અમિતે સસરા પાસેથી ઉછીનાં રૂપિયા લીધા, બાદ પત્નીને માર મારી અન્ય યુવતી સાથે પણ અનૈતિક સંબંધો બાંધ્યા હતા.
પુત્ર અમિત સસરા પાસે વિવિધ કારણો આપી રૂપિયાની માંગણી કરતો હતો. મારઝૂડ કરી ઘરમાં પુરી દેતા પત્નીએ મહિલા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. પત્ની દેવયાનીની ફરિયાદ બાદ કોસંબા પોલીસે પતિ સહી ૬ સાસરિયા સામે ગુનો નોંધ્યો છે.
Surat : રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 9 વર્ષીય બાળકીની નહેરમાંથી મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવ
સુરત: સાયણ ગોથાણ ભક્તિધારા વિસ્તારની ભેદી રીતે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની નહેરમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 9 વર્ષ ની માસૂમ અન્ય બાળકો જોડે રમી રહી જતી ત્યારે નહેરમાં પડી તણાઈ હતી. માસૂમનો મૃતદેહ ઓલપાડ તાલુકાના શેરડી ગામે મળી આવ્યો છે. ગુમ થયાના 24 કલાક પછી બાલકીની લાશ મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આજે વડોદરામાં કરજણના સાસરોદના એક પુરુષનો મૃતદેહ મળ્યો છે. શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મારૂતિ હોટેલ નજીક મોટી કેનાલ પાસે સાસરોદ ના યાકુબભાઈ પિરિયા નો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યો છે. કરજણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ મર્ડર થયાનું અનુમાન છે. કરજણ પોલીસ દ્વારા મૃતદેહને pm કરાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Navsari : મુંબઈની યુવતી સાથે શરીરસુખ માણવા યુવકે દલાલ સાથે કર્યો સોદો, ફ્લેટમાં મજા માણવા જવાનું કહ્યું ને પછી......
નવસારીઃ શહેરના વિરાવળ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં આવેલા કૂટણખાના પર પોલીસે રેડ પાડીને ગ્રાહક અને દલાલને ઝડપી પાડ્યા છે. જ્યારે સુરતનો મુખ્ય દલાલને વોન્ટેડ જાહેર કરાયો છે. નવસારી એસઓજીએ રેકેટ પકડી પાડ્યું હતું. આરોપીઓને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, નવસારી એસઓજીને બાતમી મળી હતી કે, શહેરના વિરાવળ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં મુંબઈથી યુવતી બોલાવીને દેહવ્યાપાર કરાવવામાં આવે છે. એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી એક મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.
પોલીસને એવી પણ બાતમી મળી હતી કે, નવસારીનો શખ્સ દેહવ્યાપારનો ધંધો કરે છે. જે સુરતના દલાલના સંપર્કથી મુંબઈની યુવતીને દેહવ્યાપાર માટે નવસારી બોલાવાતી હતી. પોલીસે છટકુ ગોઠવીને બનાવટી ગ્રાહક મોકલ્યો હતો. બનાવટી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસે રેડ કરી હતી. જેમાં એક ગ્રાહક અને એક દલાલને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગ્રામ્ય પોલીસે આરોપીઓને તાબામાં લઇ કોવિડ ગાઈડ લાઈન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.