સુરતઃ  શહેર નામી બિલ્ડરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે ગઈ કાલે કામરેજના શેખપુર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસ પર આત્મહત્યા કરી લીધી હતી. રતિલાલ પાનસૂરિયા નામના બિલ્ડરે આત્મહત્યા કરી છે. 


ફાર્મ હાઉસના રસોડામાં ગળે ફાંસો ખાધો આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યું છે. પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.