સુરતઃ કિમ માંડવી રોડ પર એસ.ટી બસનો અકસ્માત, અકસ્માતમાં કોઇ જાનહાની નહિ
abpasmita.in | 14 Sep 2016 09:22 PM (IST)
સુરતઃ એસટીના ડ્રાઈવરે અનેક લોકોના જીવ જોખમમાં મૂકયા હતા. દારૂ પીને બસ ચલાવતા ડ્રાઈવરે કિમ માંડવી રોડ પર આવેલા લિમોદ્રા પાટિયા પાસે અકસ્માત સર્જ્યો હતો. ચિક્કાર દારૂ પીને બસ હંકારતા ડ્રાઈવરે બસને ટ્રક પાછળ અથડાવી દીધી. બસ ઉમરપાડાથી સુરત જઈ રહી હતી. સદનસીબે આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી છે. ત્રણ મહિલાઓને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતમાં કંડકટરે ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આવે તે પહેલા કંડકટરે ઈજાગ્રસ્તોને રૂપિયા આપી રવાના કરી દીધા હતા.