સુરત : સુરત ટેક્સટાઇલ માર્કેટનો એક વીડિયો વાયરલ થયો છે, જેને લઈને અત્યારે ભારે ચર્ચા જાગી છે. એક વેપારીને નિર્વસ્ત્ર કરી માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. વેપારીના હાથમાં 'ચોર લખી ' ને બોર્ડ હાથમાં રાખવામાં આવ્યું અને ફેરવવામાં આવ્યો હતો.
આ વીડિયો સુરત TT ટેકસટાઇલ માર્કેટનો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ માટે આ પ્રકારની સ્થિતિ ગંભીર છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસની માંગ ઉઠી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક આધેડ વેપારીને નિર્વસ્ત્ર કરી એક બોર્ડ હાથમાં અપાયું છે અને તેના પર ચોર લખાયું છે. આ વીડિયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે.
વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
તો મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
પંચમહાલમાં વરસાદ
બે દિવસના વિરામ બાદ પંચમહાલમાં ફરી વરસાદ (Rain) પડ્યો છે. મોડી રાત્રે ગોધરા શહેર સહીત વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા, અંબાલી, બગીડોર, ગદૂકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે જ શહેરા, મોરવા હડફ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ગોધરા શહેરમાં અડધા ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો મોરવા હડફમાં સવા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લામાં હજુ સુધી ચોમાસાની શરૂઆત સામાન્ય થઇ છે અને અત્યારસુધી ૫.૩૧ ઈંચ સાથે સીઝનનો સરેરાશ ૧૯.૬૩% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૫ જુલાઇ સુધીમાં ૭.૯૧ ઈંચ સાથે સીઝનનો ૨૮.૭૨% વરસાદ નોંધાયો હતો.
એક દિવસમાં કેટલો વરસાદ
આ વર્ષે ચોમાસુ મોડું બેસવાના કારણે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. પરંતુ 10 જુલાઈ બાદ વરસાના આગમનથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે અમદાવાદ જેવા શહેરમાં હજુ વરસાદ નિયમિત બન્યો નથી. તો ગુજરાતના 86 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. અન્ય તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.