સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં યોગીચોક ખાતે આનંદ ફાર્મમાં ભાજપના વિજય-વિશ્વાસ સંમેલનમાં ગત 19મી ઓક્ટોબરે ઇંડા ફેંકાયા હતા. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચે આજે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાની ધરપકડ કરી છે. અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ધારીના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા માટે યોગીચોકના આનંદ ફાર્મમાં ભાજપ દ્વારા સંમેલન રાખ્યું હતું. આ સમયે ઇંડા ફેંકાયા હતા.
સુરત ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં અગાઉ ગૌરવ કાકડીયા અનને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે. ઈંડા ફેકનારા બંને કોંગ્રેસ મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાના માણસો છે. કાર્યક્રમમાંથી સી.આર.પાટીલ અને નિતિન ભજીયાવાલાએ વિદાય લીધી ત્યાર બાદ ઇંડા ફેંકાયા હતા. પોલીસે સીસી કેમેરા ચેક કર્યા હતા. ભાવેશ કાક્ડીયાની ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા હતા.
સુરતના કયા કોંગ્રેસી મહિલા નેતાના પતિની કરવામાં આવી ધરપકડ? કયા કેસમાં કરવામાં આવી ધરપકડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Oct 2020 10:51 AM (IST)
આ ઘટનામાં આજે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જ્યોતિ સોજીત્રાના પતિ ચંદુ સોજીત્રાની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -