સુરતઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1033 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2802 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,366 એક્ટિવ કેસ છે, જ્યારે 62,579 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 79,816 પર પહોંચી છે.
સુરતમાં કેટલા કેસ નોંધાયા
સુરત કોર્પોરેશનમાં આજે 168 કેસ અને સુરતમાં 75 કેસ નોંધાયા હતા. કુલ મળીને સુરતમાં 243 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાંથી આજે 298 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત કોર્પોરેશનમાં આજે 3 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, મોરબીમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા છે.
રાજ્યમાં 5 લાખથી વધુ લોકો ક્વોરેન્ટાઈન
રાજ્યમાં આજે કુલ 1083 દર્દી સાજા થયા હતા અને 45,540 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 13,58,364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,02,132 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01,380 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 779 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજે 1033 કેસ નોંધાયા, 15 લોકોનાં મોત, કુલ મૃત્યુઆંક 2800ને પાર
સુરતમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ ? કેટલા લોકોના થયા મોત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 08:13 PM (IST)
ગુજરાતમાં આજે કોરોનાના 1033 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2802 પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -