સુરત : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા પછી છેલ્લા કેટલાક દિવસથી કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. ત્યારે સુરતમાં  કોરોના સંક્રમણ ઘટાડવા આંતરરાજ્યોના લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ચેકીંગ હાથ ધરાયું છે. રેલવે સ્ટેશન પર ધન્વંતરિ રથ ખડકી દેવામાં આવ્યા છે.


સુરતની તમામ ચેકપોસ્ટ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આરોગ્ય અધિકારીને એલર્ટ કરાયા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર , યુપી, બિહારથી આવતા લોકોનું ફરજિયાત ટેસ્ટિંગ હાથ ધરાયું છે. સુરતમાં પોઝિટિવિટી રેટ 50% ઘટ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યા 2200થી ઘટી 800 સુધી પહોંચી છે. હવે સુરત અન્ય રાજ્યોના લોકોથી સંક્રમિત ન થાય તે માટે કામગીરી હાથ ધરાઈ છે.



રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. 



રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27   ટકા છે.  


ક્યાં કેટલા મોત થયા ? 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 18,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4,  રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરુચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3,  આણંદ-1,  દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર  0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0,  દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 121 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2883,  સુરત કોર્પોરેશન-839,  વડોદરા કોર્પોરેશન 790,  મહેસાણામાં 483,  રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351,  જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227,   ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211,  આણંદ-189,  દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર  158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98,  દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ  11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 



 કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.