સુરતઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે 60 વર્ષથી વધુ વય ધરાવતા કોઈ ઉમેદવારને ટીકીટ નહીં અપાય એવી મોટા પાયે જાહેરાત કરી હતી પણ પોતાના હોમ ટાઉનમાં જ આ વાતનો છેદ ઉટાવી દીધો છે. ભાજપે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6માં 60 વર્ષ કરતા વધુ ઉમરના અનિતા દેસાઈને ટીકીટ આપી છે.
ભાજપના સુરતના 120 ઉમેદવાર પૈકી અનિત દેસાઈ 60 કરતા વધુ વર્ષના એક માત્ર ઉમેદવાર છે. ભાજપે અનિતા દેસાઈના કિસ્સામાં સગાવાદ પણ ચલાવ્યો છે કેમ કે અનિતા દેસાઈના પતિ યશોધર દેસાઈ ભાજપના નેતા છે અને ભાજપની ટીકીટ પર જીત્યા હતા. યશોધર દેસાઈ 10 વર્ષ કોર્પોરેટર હતા ને હવે અનિતા દેસાઈને બીજી વાર ટિકિટ અપાઈ છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ગુરૂવારે પત્રકાર પરિષદ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના કોઈ પણ ઉમેદવારને ટિકિટ નહીં અપાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભાજપ પ્રદેશ પાર્લેમેન્ટરી બોર્ડે નક્કી કર્યા પ્રમાણે, ત્રણ ટર્મ સુધી જીતનારા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને નેતાઓના સગાંને પણ ટિકિટ નથી આપી. આ જાહેરાતના કલાકોમાં જ આ વાતનો છેદ ઉડાવી દીધો હતો.
C.R. પાટિલના શહેરમાં જ ભાજપના નિયમના ધજાગરાઃ 60 વર્ષથી વધુ વયનાં ઉમેદવારને ટિકિટ, મહિલા ભાજપનાં નેતાનાં પત્નિ પણ છે...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 10:33 AM (IST)
ભાજપના સુરતના 120 ઉમેદવાર પૈકી અનિત દેસાઈ 60 કરતા વધુ વર્ષના એક માત્ર ઉમેદવાર છે. ભાજપે અનિતા દેસાઈના કિસ્સામાં સગાવાદ પણ ચલાવ્યો છે કેમ કે અનિતા દેસાઈના પતિ યશોધર દેસાઈ ભાજપના નેતા છે અને ભાજપની ટીકીટ પર જીત્યા હતા.
તસવીરઃ અનિતાબેન દેસાઇ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -