સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અગાઉની સરકારોએ સુરત સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સુરતને અગાઉની સરકારોમાં અન્યાય થતો હોવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સાર્વજનિક મંચ પરથી પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે. પાટીલે કહ્યું કે વારંવારની રજૂઆતો છતા પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે સુરતને ગ્રાંટ પૂરતી ફાળવવામાં આવતી નહોતી.

પાટીલે નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે જરૂરી ગ્રાંટ ફાળવવાની હાકલ પણ કરી છે. સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની હાજરીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈને સુરત માટે ગ્રાંટ ફાળવવાની જરૂરીયાત જણાવી દીધી હતી. સ્વાભાવિક રીતે જ પાટીલના અંદાજથી હળવુ હાસ્ય પણ ફેલાયુ છે.  પાટીલના ભાષણ અગાઉ દર્શનાબેન જરદોશે હવે સુરતનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનુ નિવેદન પણ આપ્યુ હતુ  કેમ કે સુરતમાં મહાનગર પાલિકા અઢી દશક કરતા પણ વધુ સમયથી ભાજપની છે અને રાજ્યમાં સરકાર પણ અઢી દશકથી ભાજપની છે ત્યારે સુરતને ગ્રાંટ પૂરતી ન મળતી હોવાનું કહીને સી.આર.પાટીલ કઈ સરકાર તરફ ઈશારો કરી રહ્યા હતા તે તમામ લોકો શાનમાં સમજી ગયા હતા.  પાટીલનું આ નિવેદન મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર્પોરેશનના કાર્યક્રમમાં આવ્યું છે.. જો કે આ અગાઉ પણ એઈમ્સ હોય કે અન્ય વાત સી.આર. પાટીલ આ જ પ્રકારે ઈશારા ઈશારામાં ઘણુ બધુ કહી ગયા છે.

 

Mutual Funds: કરોડપતિ બનવું છે સહેલું ? 

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, પરંતુ જો રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરે છે, તો જોખમ પરિબળ ઘટે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું વળતર મહત્તમ થાય છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ નિયમો છે જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડનો 15 X 15 X 15 નિયમ તેમાંથી એક છે.

15 વર્ષ સુધી દર મહિને કરો 15 હજારનું રોકાણ

15 X 15 X 15 નો આ મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નિયમ કહે છે કે જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને ₹15,000નું રોકાણ કરે છે, તો વ્યક્તિ એક કરોડ મેચ્યોરિટી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે.  કારણ કે વળતર લગભગ 15 ટકા હશે. વાર્ષિક રોકાણકાર તેની જોખમ લેવાની ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.

ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?

નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?

BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...