સુરત :  ડીંડોલીમાં 2 વર્ષની બાળકીના અપહરણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  ક્રાઇમ બ્રાન્ચે બાળકીને શોધી કાઢી છે અને 2 વર્ષની બાળકીનો છુટકારો થયો છે. અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લીંબાયતની રુબીના શેખની ધરપકડ કરવામાં આવી છે. રુબીનાની બહેન નરગિસને બાળક ન હોય અપહરણ કર્યું હતું. અપહરણ કરી બાળકીને બહેનને આપવાની હતી. રેકી કરી બાળકીનું અપહરણ કર્યું હતું.


ગુજરાતમાં એક જ દિવસમાં બે-બે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત


સુરતઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 15 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ  આચર્યું હતું. ડુમા ગામ પાસે ડુંગરમાં લઈ જઈ બદકામ કર્યું. છેલ્લા બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચાર્યાનો આક્ષેપ થયો છે. સગીરાની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે. 


સુરતઃ ડિંડોલીમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના બંધ  આવાસમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 3 યુવકોએ આચર્યુ દુષ્કર્મ. ડિંડોલી પોલીસ મથકમાં નોધાઈ પોલીસ ફરિયાદ. કિશોરી આ ત્રણ નરાધમના ચૂંગલમાંથી છુટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 


ગુજરાતના મંત્રીમંડળને કોરોનાનું ગ્રહણ કયા બે મંત્રીને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ? જાણો વિગત


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારના મંત્રી મંડળને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કેટલાક મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી બે મંત્રીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. 


કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થતા બન્ને નેતાઓને અમદાવાદ યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. સિનિયર ડોકટરની દેખરેખમાં બન્ને સિનિયર નેતાઓની હાલ સારવાર ચાલી રહી છે. બંને તબિયત સારી છે પરંતુ સાવધાનીના ભાગ રૂપે હોસ્પિટલાઇઝ થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 


નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે.