Crime News: સુરતમાંથી વધુ એક મોટી ઘટનાનો પર્દાફાશ થયો છે. હિન્દુ નેતાઓની હત્યા કરવાના ષડયંત્રમાં પકડાયેલા આરોપીએ દ્વારા મોટો ખુલાસો થયો છે. હિન્દુ નેતા ઉપદેશ રાણાને મારવા માટે આવેલા અબુબકર ઉર્ફે અશોક સુથારે સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો હતો, ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરવાની લાલચ આપવામાં આવ્યા બાદ હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવામાં આવતા હતા, અને બાદમાં આ યુવકો દ્વારા હિન્દુ વિરોધ પ્રવૃતિ કરાવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. 


સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યા કરવાના ષડયંત્રનો મામલે હવો મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં પકડાયેલા આરોપીએ સમગ્ર પ્લાન અંગે મોટો ખુલાસો કર્યો છે. આરોપી અબુબકર ઉર્ફ અશોક સુથારની ધરપકડ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. 


અબુબકર ઉર્ફે અશોક સુથાર સાથીને પુછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે, પાકિસ્તાની યુવતીઓ દ્વારા હિન્દુ યુવકોને લગ્નની લાલચ આપવામાં આવતી હતી, બાદમાં તેમને મુસ્લિમ બનાવી દેવાતા અને હિન્દુ વિરોધ કૃત્યો કરવા દબાણ કરવામાં આવતુ હતુ 


આ સમગ્ર ઘટનામાં આરોપી અબુબકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર મળી આવ્યા છે, અશોક સુથારને પાકિસ્તાની યુવતીઓ સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી. પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથારે ધર્મપરિવર્તન કર્યુ, તે હિન્દુમાંથી મુસ્લિમ બન્યો, અશોક સુથારમાંથી તે અબુબકર બની ગયો હતો. અશોક સુથાર મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે, અને સોશ્યલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે પાકિસ્તાની યુવતીના પ્રેમમાં એટલો પાગલ બન્યો હતો કે, તેની વાત લગ્ન કરવા સુધી પહોંચી ગઇ હતી. પાકિસ્તાની યુવતીએ આનો લાભ લઇને તેને કહ્યું હતુ કે, તારે મારી સાથે લગ્ન કરવા હોય તો પહેલા ઈસ્લામ શીખવું પડશે. આ પછી આરોપી અશોક સુથાર દિલ્હીની એક મસ્જિદમાં જઇને એક વર્ષ સુધી ઇસ્લામ શીખ્યો અને ધર્મપરિવર્તન કર્યુ હતુ. 


જ્યારે આરોપી અશોક સુથાર પોતાના ઘરે રાજસ્થાન જતો તે સમયે તેને ધર્મ પરિવર્તનની વાત પરિવારથી છૂપાવતો હતો, ઘરે જઇને હિન્દુ બની જતો હતો. આ સિલસિલામાં અશોક સુથાર સોશ્યલ મીડિયાથી કઠોરના મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલના સંપર્કમાં આવ્યો હતો. મૌલવી સોહેલની ચેટમાંથી કેટલાક મેસેજ પણ મળ્યા હતા, આ પછી પોલીસ રાજસ્થાન તેના ઘરે પણ પહોંચી હતી. આ મૌલવી સોહેલે હિન્દુ નેતા ઉપદેશ રાણાનો ફોટો વૉટ્સએપ પર મોકલી એક કરોડ રૂપિયાની સોપારી અશોક સુથાર ઉર્ફે અબુબકરને આપી હતી, અબુબકરે આ સોપારી લઈને કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. તે પાકિસ્તાનના આઈએસઆઈ એજન્ટ સરફરાજ ડોગરના પણ સંપર્કમાં રહેતો હતો. ખાસ વાત છે કે આ સમગ્ર હવે ક્રાઇમબ્રાંચ મોટા ખુલાસા કરે તેવી પણ શકયતા છે. આજે અબુબકર ઉર્ફ અશોકને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.