Surat News: સુરતના પલસાણાના કડોદરા વિસ્તારમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. બે નરાધમો સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતા હતા. આરોપી કૃપા શંકર તેમજ દેવનાથ યાદવ નામના આરોપીઓ સગીરાને અને તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી પીંખતા રહ્યા હતા. આખરે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી. જે બાદ સગીરાની માતાએ બંને ઈસમો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.


સુરતના વેસુ વિસ્તારમાં પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનાર આધેડ મહિલા અને પતિ સાથે ચાલી રહેલા ઘરકંકાશ અંતર્ગત પતિ અને તેના મિત્રએ મહિલાની ડિવોર્સી પુત્રીની સામે અર્ધનગ્ન અવસ્થામાં બિભત્સ હરકત કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જયારે મહિના અગાઉ મહિલાએ પતિ અને સાસુ સહિત ત્રણ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


વેસુ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાના છૂટાછેડા થયા બાદ હાલમાં તેની માતા અને સાવકા પિતા સહિતના પરિવારમાં રહે છે. તેના પિતાનું હાર્ટ એટેકમાં મૃત્યુ થતા તેની 54 વર્ષીય માતાએ અંકલેશ્વરમાં કલરનો ધંધો કરતા અતુલ કૌશિક શુકલ સાથે સામાજીક રીતરિવાજો મુજબ બીજા લગ્ન કર્યા હતા. બે દિવસ સાવકા પિતા અતુલનો મિત્ર ભરત ટાંક (ઉ.વ. 42 રહે. અમદાવાદ) બેગમાં સામાન ભરીને રહેવા આવ્યો હતો. સાવકા પિતા સાથે માથાકૂટ હોવાથી તેણે ભરતને ઘરમાં પ્રવેશતા અટકાવ્યો હતો પરંતુ ઝઘડો કરી ઘરમાં ઘૂસી ગયો હતો અને તને તથા તારી માતાને ઘરમાંથી કાઢીને જ રહીશું એવું કહ્યું હતું. દરમિયાનમાં રાતે 9.30 વાગ્યાના અરસામાં માતા પહેલા માળે બેડરૂમમાં હતી અને તે ડ્રોઇંગ રૂમમાં હતી ત્યારે સાવકા પિતા અને તેમનો મિત્ર ભરત અર્ધનગ્ન હાલતમાં રૂમની બહાર આવી તેની તરફ જોઈને અશ્લીલ હરકત કર્યા બાદ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. જેથી તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરતા વેસુ પોલીસ દોડી ગઇ હતી. યુવકે જે તે વખતે માફી માંગી લઇ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે સાવકા પિતા અને તેમના મિત્રની બિભત્સ હરકત અંગે વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી તેની માતા અને સાવકા પિતા વચ્ચે ઘરકંકાશ ચાલી રહ્યો છે. ગત ભાઇબીજે માતા પિયરમાં ગઇ ત્યારે પતિએ તેનો સામાન પિયરમાં મોકલી આપ્યો હતો. જો કે પિયરમાંથી તુરંત જ દોડી આવી હતી અને વેસુ પોલીસની મદદથી ઘરમાં પ્રવેશી ત્યારે દારૂની બોટલ મળતા પ્રોહિબીશનનો કેસ પણ કર્યો હતો.


આસ્થાની રોશનીથી ઝળહળ્યું રામ મંદિર, જાણો કયા કયા રાજ્યોએ રજાની કરી જાહેરાત?


રામ શિલાઓનો ઉપયોગ, નહીં લાગે કાટ, દરવાજા પર સોનાનો વરખ...કેટલું ભવ્ય છે અયોધ્યાનું રામ મંદિર, 10 Facts