Surat Crime News: સુરતમાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં પૂર્વ કૉર્પોરેટરનો દીકરાએ એક વૃદ્ધની મિલ્કત હડપી લીધાની ફરિયાદ થઇ હતી, હવે આ મામલે પોલીસે પૂર્વ કૉર્પોરેટરના દીકરાની ધરપકડ કરી લીધી છે. હાલમાં આ મામલો ટૉક ઓફ ધ ટાઉન ચર્ચાઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક મોટો લેન્ડ ગ્રેબિંગનો મામલો સામે આવ્યો છે. ફરિયાદીની ફરિયાદ બાદ ભાજપ નેતાના દીકરાની ધરપકડ કરવામાં આવી છે, ખરેખરમાં વાત એમ છે કે, સુરતમાં ભાજપના પૂર્વ કૉર્પોરેટર સુરેશ વરોડિયાના દીકરાની લેન્ડ ગ્રેબિંગ કેસમાં પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરત ભાજપના પૂર્વ કૉર્પોરેટર સુરેશ વરોડિયાના દીકરા દિવ્યેશ વરોડિયાએ એક વયોવૃદ્ધની મિલ્કત હડપી લીધી હતી, જે પછી વૃદ્ધ ફરિયાદી વ્યક્તિએ આ કેસનો કોર્ટમાં પડકાર્યો હતો, કોર્ટે આ મિલ્કતને બાદમાં દિવ્યેશ વરોડિયાને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો, જોકે, ખાલી ના કરતાં હવે લિંબાયત પોલીસે કોર્ટના આદેશ પર પૂર્વ કૉર્પોરેટરના દીકરા દિવ્યેશ વરોડિયાની ધરપકડ કરી લીધી છે. આ લેન્ડ ગ્રેબિંગ કેસમાં દિવ્યેશ વરોડિયાએ વૃદ્ધની મિલ્કત કબજે કરીને તેના પર ભાડૂઆત મુકી દીધા હતા.
પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...
દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી
વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.