Surat Crime News: સુરતમાંથી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે, સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવી છે. લિફ્ટ આપવાના બહાને શિક્ષકે સ્કૂલમાં ધોરણ 11માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. સ્કૂલમાં ડાન્સ શીખવતા શિક્ષકે વિદ્યાર્થીની બાઇક પર બેસાડીને સ્કૂલમાં લઇ જવાનું કહીને તેના ઘરે લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ, આ પછી વિદ્યાર્થીનીએ સ્કૂલમાં જવાનું બંધ કરી દેતા આ સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના સુરતના કતારગામના ચોકબજાર વિસ્તારમાં ઘટી હતી.
સુરતમાં શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, અહીં કતારગામ વિસ્તારમાં એક વિદ્યાર્થીની એક શિક્ષકની હેવાનિયનો ભોગ બની છે. આ અંગે વિદ્યાર્થીનીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ચોકવિસ્તારમાં એક સ્કૂલ છે, આ સ્કૂલમાં ડાન્સ શીખવતા એક શિક્ષકે સ્કૂલમાં જ ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ છે.
27 વર્ષીય ડાન્સ શિક્ષકે ધોરણ 11માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટ આપીને સ્કૂલમાં લઇ જવાનું કહ્યું હતુ, આ પછી ડાન્સ શિક્ષકે વિદ્યાર્થીનીને તેના ઘરે લઇ ગયો હતો, અને ત્યા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ દુષ્કર્મની ઘટના બાદ વિદ્યાર્થીનીએ અચાનક સ્કૂલ જવાનું બંધ કરી દેતા વિદ્યાર્થીનીના માતા પિતાને આ સમગ્ર ઘટના અંગે જાણ થઇ હતી. વિદ્યાર્થીનીના માતા પિતાએ આ દુષ્કર્મની ઘટના અંગે શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.