Surat Crime News: સુરતમાંથી વધુ એક મોટી છેડતીની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એક સ્કૂલની વિદ્યાર્થીનીને એક યુવકે શારીરિક છેડતી કર્યાની ફરિયાદ થઇ છે. વિદ્યાર્થીની છેડતી સ્કૂલની બહાર કરવામાં આવી, યુવકે વિદ્યાર્થીનીને હાથ પકડીને છેડતી કરી જે પછી વિદ્યાર્થીનીએ શિક્ષકોને આ અંગે જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી સ્કૂલની એક વિદ્યાર્થીની છેડતીનો ભોગ બની છે. ખરેખરમાં, સુરતના વરાછા વિસ્તારમાં સ્કૂલમાં ધોરણ 12 ભણતી એક વિદ્યાર્થીનીની છેડતી થઇ, સ્કૂલની બહાર એક યુવકે વિદ્યાર્થીનીનો હાથ પકડીને શારીરિક અડપલાં કર્યા, સાથે સાથે બિભત્સ હરકત અને માંગણી પણ કરી હોવાની વાત સામે આવી છે. જોકે, આ સમગ્ર ઘટનાથી હેતબાઇ ગયેલી વિદ્યાર્થીનીએ સ્કૂલમાં આ અંગે શિક્ષકોને જાણ કરી દીધી હતી, જે પછી શિક્ષકોએ આરોપી યુવક 26 વર્ષીય ચિરાગ ખૂંટ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં આ છેડતીની ઘટના બાદ વરાછા પોલીસે આરોપી ચિરાગ ખૂંટની ધરપકડ કરી હતી. 


સુરતમાં કિશોરીની છેડતી, જાગૃત નાગરિકની એક પહેલ અને પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો


સુરતના સિંગણપુર વિસ્તારમાં કિશોરીની છેડતીનો મામલે પોલીસે આરોપીની ધરપકડ છે. મજૂરી કામ કરતા યુવક દ્વારા કિશોરીની છેડતી કરવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા હતા. વાઇરલ વીડિયોના આધારે સિંગણપુર પોલીસે આરોપીની ગઈકાલે મોડી સાંજે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. સુરત સિંગણપુર પોલીસે આરોપીને મોડી રાત્રે સુરત લઈ આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી છે.


સુરત સિંગનપોર પોલીસની પત્રકાર પરિષદ સંબોધતાં ડીસીપી પીણાકિન પરમારે જણાવ્યું હતું કે, 24મી જાન્યુઆરીના રોજ પોકસો એકટ ગુનો નોંધાયો હતો. 12મી જાન્યુઆરીના રોજ દીકરીની એક અજાણ્યા ઇસમ દ્વારા છેડતી કરવામાં આવી હતી. અજાણ્યો ઇસમ હતો,જેથી અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જેથી અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. 36 કલાકમાં જ આરોપીને રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઇસમની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.


12મી જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક દ્વારા અભયમને જાણ કરવામાં આવી હતી. જ્યાં પરિવારજનો જે તે સમયે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા હતા. જ્યાં બાદમાં પોલીસ દ્વારા તત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ દીકરીના પિતા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને બદનામીના ડરથી ફરિયાદ આપવાનું ટાળ્યું હતું. પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કોઈ ક્ષતી પોલીસની જણાશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરાશે.


24મી જાન્યુઆરીના રોજ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો દીકરીના માતા-પિતા પાસે આવ્યો હતો,જે બાદ માતા-પિતા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવ્યા હતા જ્યાં છેડતીની સાથે સાથે દીકરી અને તેના માતા-પિતાની ઓળખ છતી થતાં તે બાબતેનો પણ ગુનો નોંધાયો છે. વિડીયો વાયરલ કઈ રીતે થયો અને ડીવીઆર ક્યાં હતું તેની પણ તપાસ થશે. સાથોસાથ ભોગ બનનારની ઓળખ છતી ન થવી જોઈએ તે મહત્વની બાબત છે.ગુનો બન્યો અને ફરિયાદ મોડી થઈ છે,જેની તપાસ થશે. જે અરજદાર છે તે ડરે નહિ તેવી અપીલ પોલીસ તરફથી કરવામાં આવે છે.


પોલીસે વધુમાં કહ્યું કે, ભારતનો કોઈ પણ નાગરિક સરકાર દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ વેબસાઈટ પર ફરિયાદ કરી શકશે.જેમાં પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. હાલ ઘટનામાં રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારમાં જઈને ધરપકડ કરી છે.  વિડીયો વાયરલ કરનાર લોકોની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીને સાથે રાખી તપાસ કરવામાં આવશે.