Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો.. જેમાં મિત્રના ઘરમાં પાંચ લાખની ચોરી કરવા માટે મિત્રએ અન્ય એક વ્યક્તિને 20 હજાર ની સોપારી આપી હતી .સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે દગાખોર મિત્ર અને સોપારી લેનાર બંનેની ધરપકડ કરી ચોરીના પાંચ લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..



શું છે મામલો


સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા સંચલસિંગ ચૌહાણ શાકભાજી વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ સંચલસિંગ પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન ઘરમાંથી પાંચ લાખ રૂપિયા રોકડ ની ચોરી થઈ હતી ચોરી ની ઘટના બનતા તાત્કાલિક જ સિંગ અને તેનો મિત્ર સુનિલ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા

સૌપ્રથમ પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપી રહ્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી અને તપાસ કરી હતી આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો જેમાં એક વ્યક્તિ ના મકાનમાંથી એક બેગ સાથે બહાર નીકળતો દેખાય છે સીસીટીવી ફૂટેજની મદદથી તેનો પીછો કરાયો હતો જોકે થોડા દૂર બાદ તે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ મથકે ચંચલ સિંગ સાથે ફરિયાદ લખાવવા આવેલો સુનિલ સરોજ તેજ બેગ સાથે અન્ય એક બાઈક પર જતો દેખાયો હતો જેથી પોલીસે તાત્કાલિક જ તેને ઓળખી કાઢ્યો હતો અને પોલીસ મથકે બોલાવી આકરી પૂછપરછ કરી હતી.. જેમાં તેણે સઘડી હકીકત જણાવી દીધી હતી.. સુનિલ સરોજ શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો છે અને થોડા દિવસો પહેલા તેમણે પોતાના મિત્ર સંચલસિંગ પાસેથી ₹2,00,000 હાથ ઉંછી ના માંગ્યા હતા.

જોકે તેમની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું સુનિલ ને ખબર હતી કે તેમના મિત્ર ચંચલ સિંહ પાસે રૂપિયા છે પરંતુ તેમને ન આપ્યા હોવાથી તેમણે ચોરી કરવા માટે થઈને અન્ય એક વ્યક્તિ મનોજ કાપોરે ને 20,000 માં ચોરી કરવા માટે થઈને સોપારી આપી હતી આ સમગ્ર ઘટનામાં સુનિલે તેમના મિત્ર ચંચલ સિંહ પાસેથી ઘરની અને એક ચાવી ચોરી કરી લીધી હતી તે ચાવી મનોજ કાપો રે ને આપી હતી જેથી ના ઘરે કોઈ ન હતું ત્યારે મનોજ કાપોરે એચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક વ્યક્તિ સંચલસિંગના ઘરની બહાર નીકળતો દેખાય છે તેમના સીસીટીવી ફૂટેજ નો પીછો કરી દૂર સુધી જાય છે અચાનક ચલ સિંહ આગળના સીસીટીવી માં દેખાતો બંધ થઈ જાય છે.. ત્યારબાદ આગળના સીસીટીવી ફૂટે જ તપાસતા અચાનક જ તેમની નજર બાઈક પર બેગ લઈને જતા એક વ્યક્તિ પર પડે છે આ વ્યક્તિ પાસે એ જ બેગ હતું અને આ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ સંસદસિંગ નો મિત્ર સુનિલ સરોજ જ હતો સુનિલને પોલીસથી બચવા માટે થઈને અવનવી તરકીબો પણ આપી હતી જેથી બોલીને લાગે કે ફરિયાદી જૂઠું બોલી રહ્યો છે પોલીસે તાત્કાલિક જ સુનિલ સરોજને બોલાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો

ચોરીનો મુદ્દા માલ સુનીલ સરોજે કેનાલ રોડ પર એક શેરડીના ખેતરમાં છુપાવી દીધો હતો જેથી પોલીસે તાત્કાલિક જ કેનાલ રોડ પરના ખેતરમાંથી મુદ્દા માલ કબજે કર્યું હતું અને ચંચલસિંગ નો સોપારી આપનાર મિત્ર સુનિલ સરોજ અને તેમના ચંચલ સિંહ ના ઘરે ચોરી કરનાર મનોજ કાપોરે ની ધરપકડ કરી કાયદેસરની કામગીરી શરૂ કરી છે..એટલેજ નહિ પોલીસને ગેરમાર્ગે દોરવા સુનિલે મનોજને લાંબા વાળ કાપી ટૂંકા કરાવી નાખવા માટે રૂપિયા પણ આપ્યા હતા જેથી મનોજે ચોરી પહેલા સીસીટીવી માં લાંબા વાળ સાથે દેખાતો હતો જેથી વાળ ટૂંકા કરાવી નાખ્યા હતા જોકે સુનિલ ઝડપાઈ જતા મનોજ પણ ઝડપાઈ ગયો હતો એમ કાપોદ્રા પોલીસે સીસીટીવી ના આધારે ગુના નો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરી બે ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.