Surat Crime News: સુરતના પાલ વિસ્તારમાં ડિપ્રેશનમાં આવીને કાપડ વેપારીની પત્નીએ 9માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. કાપડ વેપારીની પત્નીએ વર્ષગાંઠના બીજા દિવસે જ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પાલ પોલીસે સાસુ, સસરા, પતિ અને નણંદ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.


 પાલ ભાઠાગામ ખાતે ગ્રીનસીટીમાં રહેતા ૩૦ વર્ષીય મહિલાએ ગત રવિવારે બપોરેના નવમા માળે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે છલાંગ મારતા ભાગદોડ થઇ જવા પામી હતી. જેમાં તેને ગંભીર ઇજા થતા પરિવારજનો સારવાર માટે અડાજણ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે વર્ષાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે,જ્યારે તે માનસિક ડિપ્રેશનની બિમારી પીડતા હોવાથી દવા ચાલતી હતી. તેમણે ડિપ્રેશનને લીધે આ પગલું ભર્યુ હતું.


સુરતમાં આપઘાતના વિવિધ બનાવમાં ચોકબજારમાં હીરાની નોકરી છુટી જતા રત્નકલાકારે, બિમારીના લીધે ડીંડોલીમાં યુવાન અને વરાછામાં આધેડ તથા અમરોલીમાં ટેન્શનમાં મહિલા આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ. નાના વરાછામાં સત્યમ શિવમ એપાર્ટમેન્ટ પાસે શક્તિ વિજય સોસાયટીમાં રહેતો 20 વર્ષીય જગદીશ ઉર્ફે મેહુલ જયંતીભાઇ તળપદા શુક્રવારે સાંજે ઘરમાં છતના હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું  હતું. પોલીસે કહ્યુ કે, તે મુળ ખેડામાં ખરડાનો વતની હતો. તે રત્નકલાકારનું કામ કરતો હતો. પણ હીરામાં મંદિના લીધે તે માનસિક તાણ અનુભવતા આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.


ચોકબજારામાં વેડ રોડ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય દિલીપ રામચંન્દ્ર ધોડકે શુક્રવારે સાંજે ઘરમાં લાકડાના મોભ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. નોકરી છુટી જતા સતત ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યુ હતું. ત્રીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં દિપાલી પાર્કમાં રહેતા 40 વર્ષીય દિપક વિશ્વાસ પાટીલે ગત તા.૨૮મી સાંજે ઘરમાં દવા પી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ. ચોથા બનાવમાં  વરાછામાં લંબેહનુમાન રોડ માતાવાડીમાં કમલપાર્કમાં રહેતા 45 વર્ષીય રાજુ માથુર યાદવ ગત બપોરે ઘરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. પાંચમાં બનાવમાં અમરોલીમાં જલારામ મંદિર પાસે રહેતા 35 વર્ષીય મધુબેન ભરતભાઇ નાઇ ગત સવારે ઘરમાં ઝેરી દવા પી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં આજે સવારે તે મોતને ભેટયા હતા.