Surat Crime News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે યુવાનોએ એક સાથે સુસાઇડ કર્યુ છે. બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કર્યો હતો ત્યાં આજે બંને યુવતીઓના પ્રેમીઓ પણ એકી સાથે સુસાઇડ કર્યું હતું. યુવતીઓએ જે જગ્યાએ સુસાઇડ કર્યું હતું ત્યાં જ બંને પ્રેમીઓ દ્વારા સુસાઇડ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી.બંને પ્રેમી યુવકોની બોડી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. અલથાણ પોલીસે વધુ તપાસ શરૂ કરી  હતી.


વેસુમાં સેકન્ડ વીઆઈપી રોડ પર ઝાડીઓમાં બે દિવસ પહેલા  બે પિતરાઈ બહેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં  મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે બંનેના પરિવારજનોને  પ્રેમ સંબંધ મંજુર નહી હોવાથી બંને બહેનોએ સાથે આત્મહત્યા કરી હતી. વેસુ રોડ પર ભગવાન મહાવી કોલેજ રોડ પર રહેતી બે યુવતીઓના મૃતદેહ સોમવારે સવારે વેસુના સેકન્ડ વીઆઈપી રોડ પર મીની ગોવાની ઝાડીઓમાં એક ઝાડ સાથે  દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે ત્યાં પસાર થતા રાહદારીની નજર બંને ઉપર પડતા પોલીસને જાણ કરતા ધટના સ્થળે જઇને કાર્યવાહી કરીને મૃતદહે નીચે ઉતારીને સિવિલમાં ખસેડાયા હતા.


અલથાણ પોલીસે જણાવ્યું હતું કે, બંને યુવતી મુળ ઉતરપ્રદેશના જાલોનની વતની હતી. બંને બહેન  સુરતમાં અન્યના ઘરે ઘરકામ કરતી હતી. જોકે ઘણા સમય પહેલા બંને બહેનોની હમવતની અલગ અલગ યુવાનો સાથે આંખ મળી ગઇ હતી. જેથી બંને યુવતીઓ પરિવારના સભ્યોની જાણ બહાર પોત પોતાના પ્રેમી સાથે મળતી હતી. જોકે થોડા દિવસ પહેલા બંનેના પરિવારને તેમના પ્રેમ સંબંધ અંગે જાણ થઇ હતી. પણ બંનેના પરિવારના સભ્યોને પ્રેમ સંબંધ મંજુર ન હતા. જેના લીધે બંને બહેનો સતત માનસિક તાણ અનુભવતી હોવાથી પોત પોતાના દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.


નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, એક યુવતિએ ફાંસો ખાતા પહેલા ડાબા હાથની નસમાં બ્લેડ મારી હોય એવા ઇજાના નિશાનો પણ મળી આવ્યા હતા. બંનેએ ગળે ફાંસો ખાવાથી મોત થયુ હતુ. એક યુવતિને બે ભાઇ અને બે બહેન છે. તેના પિતા સિક્યુરીટી ગાર્ડ છે. જયારે બીજીને ત્રણ બહેન અને એક ભાઇ છે. તેના પિતા પણ સિક્યુરીટી ગાર્ડ છે.  


બંને બહેનો રવિવારે સવારે જુદા જુદા ઘરમાં કામ કરવા ગઇ હતી. ત્યાં થોડા સમયમાં માસીના ઘરે જઇને આવુ એમ કહીને ગઇ હતી. ત્યા પણ બંને થોડા સમયમાં આવુ કઇને ક્યાં જતી રહી હતી. બાદમાં જે ધરે કામ કરવા જાઇ, ત્યાં તેમના પરિવારના સભ્યોને ફોન કરીને કહ્યુ કે, તે થોડા સમયમાં આવવાનું કહીને ગયા પછી આવી નથી. જોકે મોડી સાંજે સુધી બંને ધરે નહી પહોચતા બંને પરિવારજનો ચિંતાતુર થઇને શોધખોળ કરતા ભાળ મળી નહી. આખરે બંનેના પરિવારે અલથાણ પોલીસ મથકમાં બંને ગુમ થવા અંગે જાણ કરી હતી. બાદમાં બીજા દિવસે  સવારે બંનેની ફાંસો ખાધેલી લાશ મળી હતી.