Surat Crime News: સુરતમાં વધુ એક ચોંકાવનારી ગુનાખોરીની ઘટના સામે આવી છે, શહેરના આઠવાલાઇન્સ વિસ્તારમાં ફરી એકવાર ચાર વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ થયાની ફરિયાદ સામે આવી છે, ખરેખરમાં, અહીં 4 વર્ષની બાળકીને 11 વર્ષા પાડોશી છોકરાએ પ્રાઇવેટ પાર્ટમાં ચંપલ મારીને ઇજાઓ પહોંચાડી હતી, આ સમગ્ર ઘટના 29મી માર્ચે ઘટી હતી, જોકે, બાળકીએ તેની માતાને જાણ કરતાં આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે.  


સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સુરતના આઠવાલાઇન્સના નાનપુરા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને 11 વર્ષના છોકરાએ ગુપ્તાંગમાં ઇજાઓ પહોચાડી છે, હાલમાં આ છોકરા વિરૂદ્ધ પોલીસે પૉક્સો અને અન્ય દુષ્કર્મની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 29 માર્ચે નાનપુરા વિસ્તારમાં એક 4 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે બહાર રમી રહી હતી, આ દરમિયાન પાડોશમાં રહેતો 11 વર્ષનો છોકરો, જે ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છે, તેને બાળકીને તે સમયે પોતાના ઘરે ધમકાવીને લઇ ગયો હતો. અહીં કેમ રમે છે કહીને છોકરો 4 વર્ષની બાળકીને ખરાબ કામ કરવા માટે તેના ઘરે લઇ ગયો હતો, આ પછી તેને બાળકી સાથે છેડતી કરી અને પ્રાઇવેટ પાર્ટ પર ચંપલ મારીને ઇજાઓ પહોંચાડી હતી. જોકે, બે દિવસ બાદ બાળકીને સખત દુઃખાવો થતાં ત ઊંઘમાંથી જાગી ગઇ હતી, ત્યારબાદ બાળકીને ડૉક્ટર પાસે તપાસ કરાવવા ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે તેને પોતાના માતાને જાણ કરતાં જ માતાએ આઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે રેપ અને પૉક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 11 વર્ષના બાળકની સામે કાર્યવાહી કરી છે.