Surat Crime News: સુરતના વરાછા યોગીચોક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક પુરુષે 14માં માળેથી મોતની છલાંગ લગાવી છે. સેતુબંધ હિલ્સ નામના એપાર્ટમેન્ટના 14માં માળેથી પુરુષે પડતું મૂક્યું હતું.


સેતુબંધ હિલ્સના પ્રમુખે શું કહ્યું


સેતુબંધ હિલ્સના પ્રમુખના મતે અજાણ્યો પુરુષ  છે. તેણે અન્ય સ્થળેથી આવી આપઘાત કર્યો છે. સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાની ઓળખ પરેડ શરૂ કરી છે.


સુરત શહેરમાં જાહેર પરિવહનની બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસ એ ટક્કર મારતા મહિલાનો જીવ માંડ બચ્યો હતો. આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાશવારે અકસ્માત સર્જી રહી છે. પાલિકા દ્વારા ડ્રાઇવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માત નો સિલસિલો અટકતો નથી. આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે BRTS ના ચાલકે મહિલાની મોપેડ ને અડફટે માં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલા ને કોઈ ઈજા થઈ ન હતી. જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત બાત ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.


સલાબતપુરામાં રહેતો યુવાનને પથરીની તકલીફ થતા સગરામપુરાની સમોલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે હોસ્પિટલના ડોકટરની બેદકારીના લીધે યુવાનનું મોત થયુ હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો. જોકે તેનું સિવિલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સિવિલમાં તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ તેનું મોતનું સાચુ કારણ જાણવા મળશે. મૃતક રીફાકતના લગ્ન અંદાજીત 16 માસ પહેલા થયા હતા. તે ભંગારના ધંધા સાથે સંકળાયેલો હતો. આ અંગે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ


સાસુ સાથે વહુ બનાવવા માંગે છે શરીર સંબંધ, મોબાઈલ પર જબરદસ્તીથી બતાવે છે અશ્લીલ વીડિયો


કેન્સર જેવી બીમારીનો ખતરો હોવા છતાં મસાલામાં કેમ ઉમેરવામાં આવે  ઇથિલિન ઓક્સાઈડ?