Surat: સુરત શહેરમાં સરકારી કર્મચારીઓ દ્વારા વધુ એક સારુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષા માટે જિલ્લાના કર્માચારીઓનું સાયકલ ટુ વર્ક અભિયાન શરૂ કરાયુ છે. 


સુરતમાં જિલ્લા વહીવટી તંત્રએ કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવા સાઈકલ ટુ વર્ક અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન અંતર્ગત હવે સુરતમાં સરકારી કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે સાયકલ ઉપર ઓફિસ જશે. પાલિકા સહિત જિલ્લાની વિવિધ કર્મચારીઓ દર મહિનાના પ્રથમ શનિવારે સાયકલ ચલાવી કચેરીએ આવશે.


 


Surat: સુરતમાં વિદ્યુત સહાયક પરીક્ષામાં કૌભાંડ આચરીને આરોપીઓએ લાખો રૂપિયાની કરી કમાણી, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો


સુરતમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વીજ કંપનીઓની વિદ્યુત સહાયકની ઓનલાઇન પરીક્ષામાં રૂપિયા લઇને પાસ કરતી ગેંગનો સુરત ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં મોટા ખુલાસાઓ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ વિદ્યુત સહાયકની ઓનલાઇન પરિક્ષામાં ગેરરીતિ કરી રૂપિયા કમાયા હતા. આરોપી ઉવેશ 90 લાખ રૂપિયા કમાયો હતો જ્યારે આરોપી ઇન્દ્રવદન 50 હજાર કમિશન લેતો હતો. આરોપીઓએ આંગડિયાથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. લાખો રૂપિયાના કૌભાંડમાં પકડાયેલા બંને આરોપીઓ સહિત અન્ય આરોપીઓએ આંગડીયા મારફતે અલગ અલગ શહેરોમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાને લઇને તપાસ શરૂ કરાઇ હતી. બંને આરોપી પૈકી આરોપી ઉવેશ મોહંમદ રફીક કાપડવાલાએ ગેરીરીતિ આચરીને 80થી 90 લાખનો ફાયદો મેળવ્યો હતો. જ્યારે અન્ય આરોપી ઇન્દ્રવદન અશ્વિનકુમાર પરમારે એજન્ટ તરીકે એક ઉમેદવાર દીઠ 50 હજારનું કમિશન મેળવ્યું હતું.


 


Surat: પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડ્યો, ટાંકામાં બૉક્સ કરીને મુકેલા હતા 50 પેકેટ


Surat: સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે 10 લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, લગભગ 50 જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલો હતો. સુરતની કતારગામ પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, મ્યૂનીસિપલ કોર્પૉરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજો મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.