સુરતઃ સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે. શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતમાં પિત્ઝાના નમૂના થયા ફેલ
સુરતમાં ડેન્સ પિત્ઝા,ગુજ્જુ કાફે સહિત 6ના ચીઝ અને માયોનીઝના નમૂના ફેલ થયા છે. જેને લઈને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા
સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ
દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર
પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ
ડેન્સ પિઝા, અડાજણ
ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ
જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)
પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ
Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.
ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?
કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)
જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)
ઇન્ડિયા ડેરી (ઉધના)
શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)
શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)
શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)
ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)
સુખસાગર ડેરી (આંજણા)
સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)
નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)