Surat: સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે 10 લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, લગભગ 50 જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલો હતો. 


સુરતની કતારગામ પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે, કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, મ્યૂનીસિપલ કોર્પૉરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજો મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ ૫૦ પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી ૧૦૦.૯૨ કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.


 


Surat: જેલમાં કેદીઓને સીમકાર્ડ આપનારા બે સ્વજનોની ધરપકડ, જાણો


Surat: સુરતની લાજપોર જેલમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, અહીં કેદીઓને પોતાના સ્વજનો વીઆઇપી સગવડ પુરી પાડતા અને સીમકાર્ડ પહોંચાડતા હતા, આ અંગે હવે પોલીસે કાર્યવાહી કરીને કેદીઓને સીમકાર્ડ આપનારા બે સ્વજનોની ધરપકડ કરી લીધી છે. 


સુરત લાજપોર જેલમાં કેદીઓને વી.આઇ.પી. સગવડ પૂરી પાડનારની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઇ 24 અને 25ની માર્ચે રાજ્યની જેલમાં થયેલા ચેકિંગમાં હવે નવી વળાંક આવ્યો છે. આ દરમિયાન રાજ્યની સુરતની લાજપોર જેલમાંથી ૧૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બે કેદીઓને બે સીમકાર્ડ આપનાર તેમના બે સ્વજનોની પોલીસે આ મામલે હવે ધરપકડ કરી છે. ગઇ ૨૪-૨૫ની માર્ચે રાજ્યોની તમામ જેલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયુ હતુ. લાજપોર જેલમાંથી ૧૦ અલગ અલગ બેરેકમાંથી ૧૦ મોબાઇલ ફોન ઉપરાંત નશીલા પદાર્થ પણ મળી આવ્યા હતા. 


જેલમાં મોબાઇલ ફોન મળવાના ગુનાની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી, સુરતના ડિંડોલી મહાદેવનગરના ગણેશ દિલીપ કુંભારકર અને લિંબાયત સ્લમબોર્ડના સજ્જાદ મુખ્તાર શેખની ધરપકડ કરી છે. ખાસ વાત છે કે, ગણેશનો માસીનો પુત્ર અજય ઉર્ફે જાકીયા ગુલાબ ખરે છેલ્લાં ત્રણ વર્ષથી હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે, જોકે, તે પોતાના ઘરે વાત કરી શકે તે માટે કોર્ટની તારીખમાં આવ્યો ત્યારે તેને ગુપચુપ સીમકાર્ડ અપાયુ હતુ. સજ્જાદનો મિત્ર ફારૂખ પાર્સલ પણ હત્યાના ગુનામાં જેલમાં હતો અને તેને પણ માર્ચ મહિનામાં પોલીસે રેઇડ કરી તેના એક મહિના પહેલાં સીમકાર્ડ આપ્યુ હતુ.