સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના એપી સેન્ટર બનેલા સુરતમાં એક સાથે 14 રત્નકલાકારોને કોરોના પોઝિટિવ આવતાં આખું કારખાનું સીલ કરવી દેવામાં આવ્યું છે. શહેરના કતારગામ ખાતે આવેલું એસ.નરેશ & કંપની નામનું હીરાનું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે.


આ ઉપરાંત ગોપીનાથજી ઈંપેક્ષ SOP ભંગ થતા બંધ કરાયું છે. અન્ય ડાયમંડ યુનિટોને દંડ ફટકારવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજ્યમાં ગઈ કાલે કોરોના વાયરસના 1272 કેસ નોંધાયા હતા અને વધું 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2978 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15072 એક્ટિવ કેસ જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14986 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી 74551 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 92,601 પર પહોંચી છે.

રાજ્યમાં ગઈ કાલે કુલ 1050 દર્દી સાજા થયા હતા અને 75,800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,21,751 ટેસ્ટ કરવામાં આવ્યા છે.