Surat News: સુરતના અઠવા ગોપીપુરા વિસ્તારમાં 14 વર્ષની નેપાળી સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. દુષ્કર્મ આચરનારા નેપાળી યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કરણ લક્ષ્મણ ઉર્ફે કાળુસિંગ છેલ્લાં બે મહિનાથી સગીરાનું યૌનશોષણ કરતો હતો.  લલચાવી-ફોસલાવવા સાથે લગ્નની લાલચ આપી સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આખરે સમગ્ર મામલો અઠવા પોલીસમાં પહોંચ્યો હતો.

પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી કરણની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે પીડિતાનું હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવ્યું  હતું. પોલીસે આ કેસમાં જરૂરી પુરાવા એકત્ર કરવા સાથે સાક્ષીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.


સુરતના ગોડાદરામાં 8 માસની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત નીંપજયું હતું. જોકે ગોડાદરાના ખાનગી ડોકટરે ઇન્જેંકશન આપ્યુ અને યોગ્ય સારવાર નહી અપતા બાળકી મોતની શંકા સાથે આક્ષેપ પરિવારે કર્યા હતા. જેથી બાળકીનું સિવિલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ગોડાદરામાં સહાજાનંદ સોસાયટી પાસે શ્રીજીનગરમાં રહેતા રાજુ વડાપલ્લીની 8 માસની પુત્રી વેદાંશીને આજે શુક્રવારે સવારે ઘરમાં તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યાં બાળકીના પિતાએ કહ્યુ કે  બાળકીને પાંચ દિવસથી  તાવ,શરદી,ખાંસી થતી હતી. જેથી નજીકમાં ડોકટર પાસે સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં બાળકીને ઝાડા-ઉલ્ટી પણ થઇ હતી. જેથી બાળકીને ત્યાંના ડોકટરે પાસે ફરી સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં ત્રણ દિવસ પહેલા બાળકીને થાપા ઉપર ઇન્જેંકશન મુક્યુ હતુ.


બીજા દિવસે બાળકીના થાપાના ભાગે કાળુ થઇ જતા તે ડોકટર પાસે ગયા હતા. ત્યારે ડોકટરે કહ્યુ કે સારુ થઇ જશે. બાદમાં ગઇ કાલે બાળકીના બંને પગમા સોજા આવી ગયા હતા. જેથી ફરી ત્યાં લઇ ગયા હતા. જોકે ખાનગી ડોકટરે બાળકીને ઇન્જેંકશન મુક્યુ અને યોગ્ય સારવાર આપી નહી. જેથી બાળકીના મોતની શંકા સાથે આક્ષેપ કર્યા હતા. જેના લીધે પોલીસે નવી સિવિલ ખાતે બાળકીનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું. બાદમાં ડોકટરે કહ્યુ કે, તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી મોતનુ સાચુ કારણ જાણવા મળશે. જયારે બાળકી મુળ તેલંગણાના વતની હતા. તેના પિતા સંચાખાતામાં કામ કરે છે. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.