પૂર્વ આમીમેન સંગઠને કેજરીવાલનો વિરોધ કર્યો, સુરતના કારગિલ ચોકમાં ધરણા પ્રર્દશન
abpasmita.in | 14 Oct 2016 08:17 PM (IST)
સુરત: ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇક બાબતે પુરાવાઓ માંગનાર આપ ના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિરોધ અને તેમના નિવેદન અંગે નિંદાઓ થઇ રહી છે ત્યારે સુરતના પૂર્વ આર્મીમેન ના સંગઠન દ્વારા પણ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલની 16મી તારીખના રોજ સુરત ખાતે સભા છે ત્યારે એક્ષ આર્મીમેનના સંગઠન દ્વારા કેજરીવાલનો વિરોધ કરતા પીપલોદ ખાતે આવેલ કારગિલ ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા જેમાં એક્ષ આર્મીમેનો દ્વારા કેજરીવાલ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આર્મીની કામગીરી સામે પ્રશ્ન ઉભા કરનારનું સન્માન ના થવું જોઈએ એમ જણાવ્યું હતું.