Surat News:  સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી આઈ હોસ્પિટલમાં આગ લાગી છે. આગ લાગ્યાની માહિતી મળતાં છ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યો હતા. હાલ દર્દીઓને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.


તાજેતરમાં બનાસકાંઠાના કાંકરેજમાં આવેલી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એક કુમળા માસૂમનું મોત થયું હતું. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.. ત્રણ બાળકોની NICUમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આગની ઘટના બની હતી. કાંકરેજના શિંહોરીમાં આવેલી બાળકોની ખાનગી હની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય બે બાળકોને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હની હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની વ્યવસ્થા હોવા છતાં આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ એક બાળક તેમાં હોમાઈ ગયું હતું. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં શા માટે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો હતા તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો તેવી પણ ચર્ચા આ ઘટના બાદ થઈ હતી.




 અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલનાં પહેલા માળે ડિસેમ્બર 2022માં આગ લાગી હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા. આ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું હતું. મૃતક દંપતી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી હતું. જેમાં પતિનું નામ નરેશ પારઘી ( ઉ.વ 25) અને પત્ની હંસાબેન પારઘી (ઉ.વ.24) હતું.


સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો હતો. જેથી પરિવારજનોએ લાશ લેવાનો ઇન્કાર કર્યો  હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, આરોપી સુશિક્ષિત હતો આપઘાત કરે તેવો હતો નહી. લાજપોર જેલમાં મૃતકને ત્રાસ આપવામાં આવતો હતો. જે કેસમાં આરોપી જેલમાં છે તે યુવતિના પરિવારજનો પણ ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સુરતની સબ જેલમાં અવિનાશ સામુદરે નામના આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આરોપી દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ હતો.
બેરેકના બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાં સચિન પોલીસ ઘટના દોડી આવી હતી  અને લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.