સુરતમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં માતા અને દીકરીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક જ પરિવારના સામૂહિક આપઘાત પ્રયાસમાં અત્યાર સુધી માતા અને પુત્રીનું મોત થયું હતું જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 20 વર્ષીય દીકરી સૈનિતા મોરડિયા અને 43 વર્ષીય શારદાબેનનું મોત થયું હતું.
સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને દીકરીનું મોત નિપજ્યું હતું.
સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચી પોલીસે તપાસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા.
Heart Attack: ગુજરાતમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, સુરતમા વધુ બેના હાર્ટ અટેકથી મોત
સુરતઃ ગુજરાતમાં હાર્ટ અટેકના કારણે મોતનો સિલસિલો યથાવત છે. સુરતમાં પણ વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. એક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તો બીજી તરફ 45 વર્ષીય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. નફીજ ખાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે