સુરતમાં માથાભારે શખ્સની બોમ્બે માર્કેટ પાસે કરાઈ હત્યા, મૃતક પર 6 હત્યા અને અસંખ્ય મારામારીના કેસ
abpasmita.in | 20 Nov 2016 09:34 PM (IST)
સુરત: સુરતમાં માથાભારે શખ્સ ભુપત આહીર હત્યા કરવામાં આવી છે. સુરતનાં પુણા બોમ્બે માર્કેટ પાસે આવેલ અર્ચના વિદ્યા સંકુલ પાસે હત્યા કરવામાં આવી હતી. ભુપત આહીર પર 6 હત્યા અને અસંખ્ય મારામારી અને ખંડણી ધમકી નાં પોલીસ કેસો નોંધાયેલા હતા. ભુપત આહીર પેરોલ પર છૂટતા વિરોધી ઓએ વોચ ગોઠવી હત્યા કર્યા ની આશંકા છે. પુણા પોલિસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરતના ઉચ્ચ પોલીસ અધિકારી સહીત નો કાફલો તપાસ જોડાયો છે.