સુરતઃ શહેરના ભેસ્તાનમાં નવજાત બાળકીને ત્યજી દેવાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે કેસ ઉકેલી નાંખ્યો છે. પાંડેસરામાં આડા સંબંધમાં બાળકીનો જન્મ થતાં કચરામાં ફેંકી દેવાઈ હતી. નિષ્ઠુર માતાની પણ ઓળખ થઈ છે. સાળી ગર્ભવતી થતાં બનેવી તેને બિહારથી લાવી સચિન GIDCમાં રહેતો હતો.


પાંડેસરામાં નવજાત બાળકીને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હતી. સીસીટીવીના આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી સાથે અનૈતિક સંબંધ હતા. બિહાર ખાતે રહેતા 21 વર્ષીય યુવકે સાળી સાથે આડા સંબધથી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. 


આડાસંબંધોની પોલ ખૂલી ન જાય તે માટે સાળીને બિહારથી સુરત લાવી સચીન જીઆઈડીસીમાં એક મિત્રને ત્યાં સા‌ળી સાથે રહેતો હતો. સા‌ળીની ડિલિવરી કરાવવા માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને પરિવારની ડિટેઇલ્સો પૂછાતા બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. પછી સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ પછી યુવકે બાળકીને પ્લાસ્ટીકની થેલીમાં નાંખી પાંડેસરામાં કચરાના ઢગલામાં મુકી દીધો હતો. પહેલા સાળીએ મેડિકલ તપાસ માટે ન પાડી હતી પણ આખરે ભાંડો ફુટી ગયો હતો.


છોટાઉદેપુર : પાવીજેતપુરના ચૂલી ગામના શિક્ષકની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ સંબંધને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યા કરી હતી. આરોપી રૂપસિંગ રાઠવાએ પોતાના ઘરે આત્મહત્યા કરી છે. આરોપી મહિલા સાથે મૃતક શિક્ષકના પ્રેમસંબંધ હતાં.


 


મૃતક શિક્ષક રમેશ તડવી ફરી સંબંધ રાખવા કોશિશ કરતાં પતિ પત્નીએ હત્યા કરી હતી.પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી  જે જી ચાવડાએ કહ્યું હતું કે, એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પીએમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં દંપતીની છંડોવણી સામે આવી હતી. મહિલા સાથે મૃતકના ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા.  દિવ્યાંગ શિક્ષક રમેશ તડવીની ચાર દિવસ અગાઉ કેવડા-બાર વચ્ચે જંગલમાં લાશ  મળી હતી.