સુરતઃ શહેરની યુવતીને લગ્નના ચાર મહિનામાં જ પતિ અને સાસરીવાળાએ ત્રાસ આપીને કાઢી મૂકતા સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં અનેક ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો પતિ દારૂડિયો છે અને અન્ય યુવતી સાથે આડાસંબંધ ધરાવે છે. એટલું જ નહીં, સાસરીવાળા 20 લાખ રૂપિયા દહેજમાં માંગતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના એકે રોડ પર રહેતી 27 વર્ષીય યુવતીના ચાર મહિના અગાઉ સોમનાથના ઉનાના યુવક સાથે થયા હતા. લગ્નના 15 દિવસ સારી રીતે રાખ્યા પછી પતિએ યુવતીના ચારિત્ર્ય પર શંકા રાખી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ દારૂ પીને ઘરે આવતો હતો અને મારઝૂડ પણ કરતો હતો. એટલું જ નહીં ખાવાનું પણ ફેંકી દેતો હતો. એટલું જ નહીં, સાસરીમાં રહેવું હોય તો 20 લાખ રૂપિયા લઈ આવવા પણ દબાણ કરવામાં આવતું હતું.
યુવતીને લગ્નના એક મહિના પછી પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધની જાણ થઈ હતી. આ અંગે યુવતીએ સાસરીવાળાને વાત કરતાં તેમણે તેમના દીકરાનો પક્ષ લીધો હતો. એટલું જ નહીં, તેમણે તો કમાય છે તો બીજી બયરી પણ રાખશે અને દારૂ પણ પીશે, તારે રહેવું હોય રહે, એમ કહી દીધું હતું.
દરમિયાન પતિ પત્નીને પરાણે પિયર મૂકી ગયો હતો અને છૂટાછેડાની માંગણી કરી હતી. તેમજ ધમકી આપી હતી કે, તું છૂટાછેડા નહીં આપે તો પણ બીજી લગ્ન કરી લઈશ. તેમજ અત્યારે છૂટાછેડા આપે તો ત્રણ મહિના પછી સારુ લાગે તો તેને રાખવાની લાલચ પણ આપી હતી. યુવતીને પિયર મૂકી ગયા પછી અત્યાર સુધી પતિ તેને લેવા આવ્યો નથી. તેમજ યુવતી ફોન કરે તો ઝઘડો કરી બરોબર વાત કરતો નહોતો. તેમજ સાસરીવાળા ઘરે આવે તો પગ ભાંગી નાંખવાની અને મારી નાંખવાની ધમકી આપતા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ લગાવ્યો છે.
સુરતઃ લગ્ન પહેલા યુવકને હતા અન્ય યુવતી સાથે શરીરસંબંધ, પત્નીને પડી ગઈ ખબર ને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 10:04 AM (IST)
લગ્નના 15 દિવસ સારી રીતે રાખ્યા પછી પતિએ યુવતીના ચારિત્ર્ય પર શંકા રાખી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -