સુરત: સુરતના પીપલોદ ડુમસ રોડ પર આવેલી એક બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને થાઈલેન્ડની 16 જેટલી યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડતાં જ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં. ધરપકડ બાદ પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં સ્પામાં ખોટા કામ કરતા હોવાને લઈને હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પીપલોદ વિસ્તારમાં આવેલ IBC બિઝનેસ હબમાં 3 જેટલા સ્પા ચાલે છે તેવી વિગત મળતા હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પડતા અહીંયાથી 16 જેટલી થાઈલેન્ડ યુવતી સાથે બે ભારતીય યુવતીને પોલીસે ઝડપી પાડી હતી.
જોકે આ જગ્યાએ સ્પા ચલાવતા 3 મેનેજરોને પણ પોલીસે અટકાયત કરીને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ યુવતીઓ સામે મોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરત: સ્પામાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે થાઈલેન્ડની 16 જેટલી યુવતીઓ....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2020 09:28 AM (IST)
થાઈલેન્ડની 16 જેટલી યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દરોડા પાડતાં જ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -