સુરતઃ સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કોન્સ્ટેબલે માસ્ક નહીં પહેરનારી યુવતીને આ ગુના બદલ પોલીસ સ્ટેશન લઈ જવું પડશે એમ કહીને પોતાની કારમાં બેસાડી હતી. કારમાં યુવતીને બેભાન કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીના નગ્નાવસ્થામાં અને પોતાની સાથે આપત્તિજનક અવસ્થામાં ફોટા પાડીને પછી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલે યુવતીને ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ વારંવાર પરાણે શરીર સુખ માણ્યું હતું.


આ ઘટનાની વિગત એવી છે કે, બારડોલીમાં રહેતા અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકે 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની યુવતીને પકડી હતી. તેનો નંબર નોંધી લઈ તેને તેની સોસાયટી બહાર બોલાવી હતી અને પોલીસ સ્ટેશન ચાલવું પડશે એવું કહી પોતાની કારમાં બેસાડી હતી. કોન્સ્ટેબલે યુવતીને કારમાં  બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે નગ્નાવસ્થામાં અને પોતાની સાથે આપત્તિજનક અવસ્થામાં ફોટા પાડીને મોબાઇલમાં સેવ કર્યા હતા. એ પછી અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.


આ સંબંધના કારણે યુવતી ગર્ભવતી બની જતાં આરોપીએ યુવતીનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલે યુવતીને આ વાત કોઈને કહે તો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની અને તેના પતિને ખોટા આરોપમાં ફસાવી દેવાની કે મારી નાંખવાની ધમકી આપી હતી. આ રીતે તેણે વારંવાર યુવતી સાથે તેણે વારંવાર શરીર સંબંધ બાંધીને તેનું શોષણ કર્યું હતું. આ અત્યાચાર વધી જતાં યુવતીએ કોન્સ્ટેબલ વિરૂધ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ચકચાર જગાવી છે અને પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. 

Surat : પતિથી અલગ રહેતી યુવતીને હોટલમાં લઈ જઈને યુવકે માણ્યું શરીરસુખ, યુવક સાથે લગ્ન કરવા પતિને આપી દીધા છૂટાછેડા ને પછી તો....


સુરતઃ શહેરના પનાસગામ વિસ્તારમાં રહેતી અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈને શરીરસુખ માણ્યા પછી તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને તેના પતિથી છૂટાછેડા લેવડાવ્યા પછી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, યુવતીને ખાલી મજા કરવા માટે લગ્નની લાલચ આપી હોવાનું કહીને તરછોડી દીધી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, પનાસગામમાં રહેતી 26 વર્ષીય યુવતીના વર્ષ 2012માં લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી તેને 6 વર્ષનો દીકરો પણ છે. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તે પતિથી અલગ રહેતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે મહારાષ્ટ્રના એક યુવકના સપંર્કમાં આવી હતી અને તેના પ્રેમમાં પડી ગઈ હતી.


પ્રેમીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ પતિ સાથે છૂટાછેડા લેવા અને પુત્રને પતિના હવાલે કરી દેવા જણાવ્યું હતું. આમ કહીને તેણે લગ્નનો પ્રસ્તા મુક્યો હતો. શરૂઆતમાં તો યુવતીએ ઇનકાર કરી દીધો હતો. જોકે, પછી તે પ્રેમીની વાતોમાં આવી ગઈ હતી. 


દરમિયાન યુવક સુરત આવ્યો હતો અને તેને શહેરની અલગ અલગ હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજી તરફ પ્રેમી સાથે લગ્ન કરવાના કોડમાં યુવતીએ દીકરાને પતિના હવાલે કરી છૂટાછેડા લઈ લીધા હતા.