સુરતઃ માંગરોળના ભાંભોર ગામની એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેના ગામના જ છ યુવકોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું અને આ પછી તેની સાથે બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ પછી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 26 વર્ષીય યુવતીનું અપહરણ કરીને તેને નડિયાદ અને અમદાવાદ લઈ જવાઈ હતી અને ત્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ છ યુવકોના કબ્જામાંથી મુક્ત થયેલી યુવતીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ અંગે છ યુવકો સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.