Surat:  સુરતમા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોરની કિશોરી પાસે ભાવનગરના યુવકે ન્યૂડ ફોટો મંગાવ્યા હતા. જે બાદ સ્ક્રિનશોટ, બીભસ્ત ફોટો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી  હતી. જેને લઈ સંદીપ વરીયા સામે ગુનો દાખલ કરાયો  હતો.


શું છે મામલો


સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પરિવારની ધો.11 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીને તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે વિડીયો કોલમાં નગ્ન થવા કહી સ્ક્રીનશોટ પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર વિડીયો કોલમાં શરીરના અંગો બતાવવા દબાણ કરતા આખરે તરુણીએ માતાને જાણ કરી હતી.માતાએ અંગે પતિને જાણ કરતા તેમણે ભાવનગરના તરેડ ગામના યુવાન વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા જમીન વ્યવસાયીની 15 વર્ષની પુત્રી ધો.11 માં અભ્યાસ કરે છે.ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતી રીનાને એક મહિના અગાઉ તેમના વતન તરફના સંદીપ વરીયાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તેણે સ્વીકારી હતી.બાદમાં તેમની વચ્ચે વાતચીત થતી હતી.રીના સંદીપને ભાઈ સમજી વાત કરતી હતી.પણ સંદીપે બાદમાં તેને અશ્લીલ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ન્યૂડ ફોટા મોકલી આપ્યા હતા.સંદીપે કિશોરીને વીડિયો કોલ કરી નગ્ન થઈ રીનાને નગ્ન થવા કહી વાતચીતના સ્ક્રીનશોટ પાડી દીધા હતા.બાદમાં સંદીપ સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી રીના પાસે ન્યૂડ ફોટા માંગતો હતો.


ત્યાર બાદ સંદીપ કિશોરીને વીડિયો કોલ કરી ન્યૂડ થઈ શરીરના વિવિધ ભાગ બતાવવા માંગણી કરતો હતો.રીનાએ તેને ના પાડી હતી છતાં તે ધમકી આપતો હોય કિશોરીએ તેને વીડીયો કોલ દ્વારા શરીરના ભાગ અવારનવાર બતાવ્યા હતા.જોકે, તે સતત ધમકી આપી શરીરના ભાગ બતાવવા દબાણ કરતો હોવાથી કિશોરીએ તેનાથી પરેશાન થઈ માતાને જાણ કરતા તેમણે પતિને વાત કરી હતી. કિશોરા પિતાએ આ અંગે સંદીપ દિલીપભાઈ વરીયા ( રહે.તરેડ ગામ, તા,મહુવા, જી.ભાવનગર ) વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ


વડોદરામાં 2 સગીર બહેનોએ ફ્લેટના સાતમા માળેથી લગાવી મોતની છલાંગ, હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય


આ દિગ્ગજ કારોબારીઓએ વર્ષ 2023માં દુનિયાના કહ્યું અલવિદા, એક ગુજરાતી પણ સામેલ


ભૂકંપના ઝટકાથી હલ્યું તાઈવાન, રિકટર સ્કેલ પર નોંધાઈ 6.3ની તીવ્રતા