સુરત: પાંડેસરામાં સરસ્વતી આવાસમાં છતનું પોપડું પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. સિયા પ્રદીપ ખાંડે નામની બાળકીનું મોત થયું છે. બાળકીની લાશ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ પરિવાર નહીં સ્વીકારે. સરસ્વતી આવાસ જર્જરિત થયો છે એને રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે. 


પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. 


મળતી વિગતો પ્રમાણે, રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી.


સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે. પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી. 

રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને શું આવ્યા મોટા સમચાર? જાણો વિગત


ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે થોડા સમય પહેલા જ એવા અહેવાલો વહેતા થયા હતા કે, રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવામાં આવશે. જોકે, આજે ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 


આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મંત્રી મંડળની વાત માત્ર હવા છે. મંત્રીમંડળની વિસ્તરણની કોઈ વાત નથી. કોઈ બાર્ડ નિગમની વાત નથી.