સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ યુવકને વોટ્સએપ પર મેસેજ કરી મજા કરવાનું ઇન્વિટેશન આપતાં યુવક ત્યાં પહોંચી ગયો હતો. જોકે, આ પછી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી 20 હજાર રૂપિયાનો તોળ કરવામાં આવ્યો હતો. આ અંગે યુવકે ત્રમ મહિલા સહિત 6 લોકોમાં સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઉમરા વિસ્તારમાં રહેતા યુવક સાથે એક યુવતીએ મિત્રતા કેળવી હતી. યુવતી યુવક સાથે વોટ્સએપ પર રોમેન્ટિક વાતો કરતી હતી. દરમિયાન યુવકને વોટ્સએપ મેસેજ કરી મજા કરવા માટે બોલાવ્યો હતો. વેસુ વિસ્તારના આવાસના એક મકાનમાં મજા કરવાની લાલચ આપી હતી. જેથી યુવક મજા કરવાની લાલચે ત્યાં પહોંચી ગયો હતો.
જોકે, અહીં પહોંચતા જ તે હનીટ્રેપનો શિકાર બની ગયો હતો. નકલી પોલીસે ઉમરા પોલીસની ઓળખ આપી બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી 20 હજારનો ટોળ કર્યો હતો. સુરજ તિવારી નામનો યુવક સમગ્ર મામલાનો માસ્ટરમાઈન્ડ છે. ત્રણ મહિલા સહીત 6 લોકો વિરુદ્ધ નોંધાઈ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ.
Ahmedabad : પરણીત યુવતી પતિની જાણ બહાર અન્ય યુવક સાથે માણતી હતી શરીરસુખ, ને પછી તો એક દિવસ પ્રેમીએ...
અમદાવાદઃ યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. યુવતીને પ્રેમી સાથે અંગતપળો માણવી ભારે પડી ગઈ છે. પ્રેમીએ અંગતપળોની તસવીરો લીધા પછી તેને બ્લેકમેલ કરી પરાણે વારંવાર શરીરસુખ માણતો હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમીથી કંટાળેલી પરણીત યુવતીએ અંતે પોલીસનો સહારો લેવો પડ્યો છે. યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરની એક યુવતીને આઇસ્ક્રીમ કંપનીના માલિકના પુત્ર સાથે પ્રેમસંબંધ હતા. તેમણે પ્રેમસંબંધમાં તમામ મર્યાદા વટાવી દીધી હતી અને બંનેએ શરીરસુખ પણ માણ્યું હતું. જે તે સમયે પ્રેમીએ બંનેની અંગતપળોની કેટલીક તસવીરો લીધી હતી. દરમિયાન કોઈ કારણોસર યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. પ્રેમસંબંધ તોડી નાંખતા યુવકે પોત પ્રકાશ્યું હતું અને અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
પ્રેમી ઇચ્છા થાય ત્યારે યુવતીને બ્લેકમેલ કરી મળવા બોલાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ શરીરસુખ માણતો હતો. આમ, અંગતપળોની તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર શરીરસુખ માણ્યું હતું. અંતે કંટાળેલી યુવતીએ પ્રેમી સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
35 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં યુવકને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પ્રમાણે, 35 વર્ષીય યુવતી વર્ષ 2018માં મોલમાં નોકરી કરતી હતી. આ સમયે તે આઇસક્રીમ કંપનીના માલિકના પુત્રના સંપર્કમાં આવી હતી. આ યુવક મિત્રો સાથે વારંવાર મોલમાં આવતો હોવાથી તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેને પ્રેમ થઈ જતાં નંબરની આપ-લે પણ કરી હતી. આ પછી તો બંને ફોન પર પણ વાત કરવા લાગ્યા હતા. બંને પરણીત હોવા છતાં અવાર-નવાર મળતાં હતા અને અંગતપળો માણતા હતા.
દરમિયાન યુવતીએ પ્રેમીને બોલાવીને હવે અનૈતિક સંબંધ બંધ કરી દેવાની વાત કરતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને અંગતપલોની તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે પ્રેમીને અનેકવાર સમજાવ્યો છતાં તે માનવા તૈયાર નહતો. તેમજ તેને મળવા બોલાવીને શરીરસુખ માણતો હતો. બીજી તરફ પરણીતા પરિવારને જાણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. પરંતુ પ્રેમીથી કંટાળી અંતે યુવતીએ પતિને જાણ કરી પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપીને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.