બારડોલીઃ શહેરના બિઝનેસમેન (Businessman)ને સોશિયલ મીડિયા (Social Media) પર એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ પછી યુવતી સાથે વાતો આગળ વધતા બંને એક વીડિયો કોલ (Video Call) પર પણ વાતચીત કરવા લાગ્યા હતા. આ સમયે યુવતી બિઝનેસમેન સાથે રોમેન્ટિક વાતો કરીને પોતાની જાળમાં (Honey Trap) ફસાવ્યો હતો.
યુવતી વીડિયો કોલ પર રોમેન્ટિક વાતો કરતા કરતા અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જેથી બિઝનેસમેન પણ મૂડમાં આવી ગયો હતો અને તે પણ યુવતી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જોકે, બિઝનેસમેનની જાણ બહાર યુવતીએ તેની તમામ હરકતો રેકોર્ડ કરી લીધી હતી.
બિઝનેસમેનની અશ્લીલ હરકતો રેકોર્ડ થઈ ગયા પછી તેને તેનું રેકોર્ડિંગ બતાવી યુવતીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ ડરી ગયેલા બિઝનેસમેને નંબર બ્લોક કરી દીધો હતો. બિઝનેસમેન પાસેથી તોડ ન થતાં યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
આમ, પોતાની સોશિયલ મીડિયા પર બદનામી થઈ જતા બિઝનેસમેન બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં બિઝનેસમેને જણાવ્યું છે કે, ગત 13 મેના રોજ યુવકની સોશિયલ મીડિયાના આઈડી પર યુવતીનો મેસેજ આવ્યો હતો. આ પછી અજાણી યુવતી સાથે વાતચીત બાદ તેને મિત્રતા થઈ હતી. આ પછી 15 મેના રોજ યુવતીએ વીડિયો-કોલ કર્યો હતો. યુવતીના અશ્લી ચેનચાળા જોઈ યુવકે પણ હોસ ગુમાવી વીડિયો-કોલમાં હરકત કરી હતી.
આ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ યુવતીના ફોનમાં થઈ ગયું હતું. તેમજ આ વીડિયો દ્વારા યુવતીએ બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરતાં યુવક ગભરાઈ ગયો હતો. યુવકે જે નંબરથી ફોન આવ્યો હતો જે બ્લોક કરી દેતાં યુવતીએ વીડિયો વાયરલ કરી દીધો હતો. બિઝનેસમેને અન્ય કોઈ ભોગ ન બને એ માટે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બારડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી.