સુરતઃ શહેરમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કામરેજ પોલીસ મથકમાં વધુ એક હની ટ્રેપનો ગુનો નોંધાયો છે. કામરેજના યુવાનને મોબાઈલ પર કોલ કરી લલચાવી ફોસલાવી લૂંટી લેવાયો હોવાની ઘટના સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કામરેજના યુવક સાથે યુવતીએ પરિચય કેળવ્યો હતો. તેમજ આ પછી યુવતી તેની સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. આમ, યુવતીએ વાતો કરીને યુવકને પોતાની મોહજાળમાં ફસાવી લીધો હતો. તેમજ યુવક પોતાની વાતોમાં ફસાયો હોવાનું જણાતા તેણે પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો.
યુવક જાળમાં ફસાતા જ યુવતીએ પાસું ફેંક્યું હતું અને ફોન પર મીઠી મીઠી વાતો કરી શરીરસુખ માણવા માટે તેને પોતાના રૂમ પર બોલાવ્યો હતો. યુવક યુવતીની વાતમાં આવી જઇ મજા માણવાના ઇરાદે તેના ઘરે પહોંચી ગયો હતો. યુવક યુવતી સાથે એકાંત માણવા જાય તે પહેલા જ તેના સાગરીતો આવી ગયા હતા.
તેમજ યુવકને ધાક-ધમકી અને માર મારવાની ધમકી આપી 1.40 લાખની કિંમતનો ચેન લૂંટી લીધો હતો. જેમ તેમ તેમની ચૂંગાલમાંથી છૂટેલા યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને 2 મહિલાની ધરપકડ કરી લીધી હતી.
Ahmedabad : હનીટ્રેપમાં ફસાયેલા યુવકો સાથે આ મહિલા કોન્સ્ટેબલ કરતી હતી ડીલ, કેવી રીતે થયો ધડાકો?
અમદાવાદઃ હનીટ્રેપના કેસમાં વધુ એક વુમન હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. શારદાબેન ખાંટ વુમન હેડ કોન્સ્ટેબલની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. શારદાબેન જેના વિરૂધ અરજી થઈ હોય તેને પોલીસ્ટેશન બોલાવી ધમકાવતા હતા. તેમજ ધાકધમકી આપીને શારદાબેન જે વ્યક્તિ વિરૂધ અરજી થઈ હોય તેને પૈસાની લેતિ દેતીદેતીની વાત કરતા હતા.
અગાઉ મહિલા પોલીસ પીઆઈ ગીતા પઠાણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ હનીટ્રેપમાં મહિલા પીઆઈની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ મહિલા ક્રાઈમમાં હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.
આ કેસની વિગતો એવી છે કે, પહેલાથી જ પીઆઈ દ્વારા આખું નાટક રચવામાં આવતું હતું. રાધિકા નામની યુવતી દ્વારા વેપારી અને લોકોને ફસાવવામાં આવતા હતા. મહિલા પીઆઇ ગીતાબેન પઠાણની અટક કરી છે. સમાધાન કરાવીને પોલીસ રૂપિયા પડાવતી હતી.
કુલ ૨૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં ૫૦ ટકા પોલીસએ પડાવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા. હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. ગીતા પઠાણને પકડવા ૧૫ દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી. રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી હતી. મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનું સામે આવ્યું છે.