સુરતઃ શહેરમાં ફરી એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરનો માલિક હનીટ્રેપમાં ફસાયો છે. મેડિકલ સ્ટોરના વેપારીને યુવતીએ ઘરે બોલાવી શરીર સુખ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીને માર મારતા વેપારીએ પોલીસને કોલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.

પુણા પોલીસે ગુનો નોંધી હનીટ્રેપની માસ્ટર માઈન્ડ મહિલાની અટકાયત કરી છે. આ ગેંગમાં અનેક યુવતીઓ સંડોવાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં મેડિકલ શોપ ધરાવતા વેપારી પાસે યુવતી થોડા દિવસ પહેલા ફેશવોશ ક્રીમ લેવા માટે આવી હતી. જોકે, સ્ટોક ન હોય, યુવતીએ તેણે પોતાનો નંબર આપ્યો હતો અને વેપારીનો નંબર પણ મેળવી લીધો હતો.



દરમિયાન ફેશક્રીમ આવતાં વેપારીએ યુવતીને ફોન કર્યો હતો. આ સમયે યુવતીએ મીઠી મીઠી વાતો કરી હતી. તેમજ ગઈ કાલે સવારે વેપારીને મજા કરવા માટે બોલાવ્યો હતો. આથી યુવક યુવતીના ઘરે ગયો હતો અને તેની સાથે શરીરસુખ માણ્યું હતું. શરીર સુખ આપ્યા પછી યુવતીએ યુવકને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી.



રૂપિયા આપવા વેપારીએ ઇનકાર કરતાં યુવતીએ તેને દંડાથી ફટકાર્યો હતો. યુવતીના ઘરેથી બહાર આવ્યા પછી યુવકે પોલીસને બોલાવતા પોલીસે યુવતીને પકડી પાડી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી છે.