વલસાડઃ આજે સવારે નેશનલ હાઇવે જુદા જુદા 2 અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. પહેલા અકસ્માતની વાત કરીએ તો ચંદ્ર મૌલેશ્ચર મહાદેવ મંદિર નજીક કારે એકટીવાને મારી હતી. કારની ટક્કરથી એકટીવા ચાલકનું મોત નીપજ્યું હતું.
બીજા અકસ્માતની વાત કરીએ તો પીરૂ ફળિયા નજીક બાઇક સવાર દંપતી ટ્રકની પાછળ અથડાયા હતા. આ ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું. બે અકસ્માતોમાં 2ના મોતથી ચકચાર થઈ ગઈ છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.
તસવીરઃ અકસ્માત પછી ઘટનાસ્થળે ઉમટેલા લોકો અને 108ની ટીમ.
વલસાડઃ બે અલગ અલગ અકસ્માતમાં બેનાં મોત, ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં યુવતીના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 12:01 PM (IST)
વલસાડમાં બે અકસ્માતોમાં 2ના મોતથી ચકચાર થઈ ગઈ છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
તસવીરઃ ચંદ્ર મૌલેશ્ચર મહાદેવ મંદિર નજીક કારે એકટીવાને મારી હતી. કારની ટક્કરથી એકટીવા ચાલકનું મોત નીપજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -