સુરતઃ વરાછામાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારને શાક માર્કેટમાં મળેલી યુવતીએ સ્માઈલ આપીને સામેથી પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. યુવતીએ ‘શારીરિક સુખ માણવાની ઈચ્છા હોય તો આવજો’ તહીને નિમંત્રણ આપ્યું હતું.

કારખાનેદારે પોતાન વતનથી આવેલા મિત્રને આ વાત કહેતાં તેણે શરીરસુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં કારખાનેદારે આ યુવતીનો સંપર્ક કર્યો હતો. યુવતીએ બંને મિત્રોને પુણા ગામના અર્પણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર બી 201માં બોલાવ્યા હતા. યુવતીએ બીજી બે યુવતીનો પરિચય તેમને કરાવી શરીરસુખ માણવા માટે એક હજાર રૂપિયા નક્કી કર્યા હતા.

અંગ પ્રદર્શન થાય એ પ્રકારનાં વસ્ત્રો વપહેરીને બેઠેલી બંને યુવતી સાથે બંને મિત્રે કામક્રિડા શરૂ કરી હતી ત્યાં જ ચાર અજાણ્યા યુવાનો ફ્લેટનો દરવાજો ખોલી ઘસી આવ્યા હતા. એક યુવાને પુણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા છે હોવાનું જણાવીને પોતાનું નામ કોન્સ્ટેબલ અમીત અને બીજાનું નામ વિજય હોવાનું કહી બંને મિત્રને ધમકાવ્યા હતા. તેણે બંને મિત્રને કહ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો છે અને અહીં સેક્સ રેકેટ ચાલે છે, ગેરકાનૂની કામ કરો છો એવું કહી બંનેને ગાળો આપીને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા.

આ યુવકોએ બંનેને ત્યાર બાદ હાથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઇ જઇ કેસ કરવાની ધમકી આપી હતી પણ યુવતીએ અમીતને કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન લઇ જશો તો અમારી અને બંને ભાઇની ઇજ્જત જશે માચે અહીં જ પતાવટ કરી દો.

અમીતે પતાવટ કરવા 6 લાખની માંગણી કરી હતી પણ કારખાનેદારે રકમ મોટી હોવાનું કહેતા અમીતે છેલ્લે 2 લાખની માંગણી કરી હતી. 2 લાખ રૂપિયા નહીં મળે ત્યાં સુધી તેના મિત્રને પોતાના કબ્જામાં રાખશે અને હથકડી પહેરાવી રાખીને માર મારશે એવી ધમકી આપી હતી. યુવકે મિત્ર પાસેથી ઉછીના પૈસાની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ વિજય કારખાનેદાર સાથે મોપેડ પર અને મિત્રને હથકડી પહેરાવી મારતા-મારતા કારમાં બેસાડી દીધો હતો. કારખાનેદારે મિત્રની વરાછા મારૂતિ ચોકમાં આવેલી દુકાનેથી 2 લાખ લઇ રૂપિયા લઇ અમીતને આપ્યા બાદ તેઓ મિત્રને ઉતારી કાર પુરઝડપે હંકારી ભાગી ગયા હતા.

જો કે કારખાનેદારે કારનો નંબર જીજે-15 એડી-9517 જોતા તેને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર નંબરના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસનો સ્વાંગ રચનાર બે ભેજાબાજને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બે પૈકી વિજય વિરૂધ્ધ સરથાણા અને અમીત વિરૂધ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ છે અને આ લોકોની ગેંગમાં ભાવનગરના હોમગાર્ડની પણ સંડોવણી હોવાની શકયતા છે.