Surat Honey Trap:  સુરત ના અડાજણ વિસ્તારમાં LICના એજન્ટ સાથે હનીટ્રેપની ઘટના બની છે. જેમાં પોલીસ ના નામે એજન્ટ પાસે 43 હજાર પડાવી લેવાયા હતા. યુવતીનો વીમો કાઢવાનો છે કહી લઈ ગયા બાદ પોલીસની ઓળખ આપી ટોળકીએ નાણાં પડાવી લીધા હતા.પોલીસે જયેશ વાઘેલા અને દિલીપ ડાભીની ધરપકડ કરી છે.



સુરતના અડાજણ હાઉસિંગમાં યુવતીને વીમાનું કામ છે કહી જયેશ નામધારી યુવક સીટીલાઈટનાં એલઆઇસી એજન્ટને લઈ ગયો હતો અને મળતીયા સાથે યુવતીની રૂમમાં લઈ ગયા બાદ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદ દરવાજો ખખડાવી આવેલી ત્રિપુટીએ અડાજણ પોલીસની ઓળખ આપી કેસ નહિ કરવા માટે સમાધાનના બહાને એજન્ટ પાસે રૂ. 43 હજાર પડાવી લીધા હતાં. જે મામલે એજન્ટ દ્વારા કરાયેલી ફરિયાદના આધારે અડાજણ પોલીસે ટોળકીનાં બેમળતીયા આરોપીઓની ધરપકડ કરી છે.





સીટીલાઈટ વિસ્તારમાં રહેતાં 40  વર્ષીય યુવક એલઆઇસી એજન્ટનું કામ કરે છે. 25-08-2023ની સાંજે જયેશ નામનો યુવક તેમને યુવતીને વીમાનનું કામ છે કહી દિલીપ મામા નામનાં મળતીયા સાથે અડાજણ આનંદ મહલ રોડ સ્થિત શ્રીજી આર્કેટ સામે આવેલાં હાઉસિંગનાં જુના મકાનનાં બીજા માળે ફ્લેટમાં લઈ ગયો હતો. યુવતીનાં રૂમમાં લઇ ગયા બાદ બંને મળતીયાએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડા જ સમયમાં દરવાજો ખખડાવી રૂમમાં ઘુસેલાં ત્રણ અજાણ્યાંએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અડાજણ પોલીસ મથકનાં ડી સ્ટાફનાં કર્મ ચારી હોવાનું કહી "તમે અહીં શું ધંધા કરો છો" કહી ધમકાવી ધોલ થપાટ કરી હતી. બાદ પોલીસ કેસ નહીં કરવો હોય તો સમાધાન પેટે પ્રથમ રૂ. 3લાખની માંગણી કરવામાં આવી હતી. બાદ રૂ. 75 હજાર તો આપવા જ પડશે તેવું દબાણ કરવાનાં અંતે આ ટોળકીએ સમાધાનના બહાને એજન્ટને સાથે લઈ જઈ એટીએમમાંથી અને ત્યારબાદ ઘરે જઈબે તબક્કે રૂ. 43 હજારની રકમ પડાવી લીધી હતી.





એજન્ટ યુવકને આ ટોળકીપર શંકા જતાં તેમણે અડાજણ પોલીસ મથકે પહોંચી સમગ્ર હકીકત જણાવી ટોળકી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૮૪, ૩૮૯, ૧૭૦, ૩૪૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૨૦(બી), ૩૨૩, ૨૯૪ (ખ) તથા જીપી એક્ટ ૧૩૫ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભતપાસ કરી રહેલાં પોસઇ જે.કે નીનામા દ્વારા આજરોજ ટોળકીનાં બે આરોપીઓ પૈકીનાં જયેશ ઉર્ફે સંજય કાંતિભાઈ વાઘેલા અને દિલીપ ઉર્ફે મામા સુખાભાઈ ડાભી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.