સુરતઃ સુરતના રાંદેરમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ પ્રેમિકાના બનેવી પર જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કરી હોવાનો વીડિયો સામે આવતાં પોલીસ પણ ચોંકી ગઈ છે.  પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. જેના પર હુમલો થયો એ સલીમ હાસીમ સાદીકિનો દાવો છે કે, પોતાની સાળી અસમાને સજ્જાદ નામના યુવક સાથે સંબંધ છે. અસમાના કહેવાથી સજ્જાદે આ હુમલો કર્યો છે. રાંદેર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સલીમ હાસીમ સાદીકિના દાવા પ્રમાણે, પોતે પ્રેમ લગ્ન કરતા સાળીને મન દુઃખ થયું   છે. 18 વર્ષના પ્રેમ લગ્નમાં આ પાંચમો હુમલો થતાં પરિવાર ડર ના માહોલમાં જીવવા મજબૂર બન્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. CCTVમાં કેદ હુમલાની ઘટના બાદ હત્યાનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનો આક્ષેપ પણ  ઇજાગ્રસ્ત સલીમે કર્યો છે.

સલીમ હાસીમ સાદીકિ એ જણાવ્યું હતું કે,  રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.14 જાન્યુઆરીના રોજ તેઓ ઘર નજીક ત્રણ બત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા ત્યારે પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપરી કુહાડીના ઘા માર્યા હતા. તપાસ કરતાં ખબર પડી હતી કે સાળી અસમાના ઈશારે તેના પ્રેમી સજજાદ દ્વારા પતાવી દેવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો.


સલીમે હુમલા બાદ સ્વબચાવ માટે વળતો જવાબ આપતા આપતાં જમીન પર પડી જતાં હુમલાખોર ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે સિવિલ લઈ આવતા માથામાં  ઘા અને 9 ટાંકા, ડાબા હાથની કોણી  પર 3 અને શરીર પર ઘાની પ્રાથમિક સારવાર બાદ તેમણે રજા આપી દેવાઈ હતી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે CCTVમાં કેદ આખી ઘટના બાદ આ હુમલો મારી હત્યાનું કાવતરું પણ હોઈ શકે છે. અગાઉ પણ આ  વ્યક્તિએ મારી સાળીના કહેવાથી વારંવાર હુમલા કર્યા છે. ડોક્ટરોએ પણ માથામાં નાના મગજ પર વાગેલા ઘા બાદ કહ્યું છે કે, તમને નવું જીવન મળ્યું છે.