પોલીસે યુવકની લાશ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતકના પરિવારનો સંપર્ક કરવાની કોશિશ શરૂ કરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નેશનલ બ્યુરોના અહેવાલ મુજબ, વર્ષ 2019માં રાજ્યમાં 6,711 અકસ્માતની ઘટના સામે આવી હતી અને તમામ ઘટનાઓમાં 8,000 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, ત્યારબાદ સુરતનો નંબર આવે છે. વર્ષ 2019માં અમદાવાદમાં 421 અકસ્માતની ઘટનામાં 442 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સુરતમાં 290 અકસ્માતની ઘટનામાં 301 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ગુજરાતમાં સુરત, અમદાવાદ, અને સૌરાષ્ટ્રના શહેરોમાં સૌથી વધારે અકસ્માતની ઘટના બને છે અને રાજ્યમાં દરરોજ 18 અકસ્માત થાય છે અને 22 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. મોટાભાગના અકસ્માત વાહન ચાલકની બેદરકારીના કારણે થતા હોવાનું સામે આવી રહ્યું છે.