સુરતઃ ફૂટપાથ પર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને નરાધમે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલી સાત વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. મોઢું દબાવી ઉપાડી જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. માતા સાથે સૂતેલી બાળકીને હવસખોર ઉઠાવી ગયો હતો. નરાધમ જમ્મુ પઠાણ નામના રીઢા ગુનેગારે દુષ્કર્મ આચર્યું છે.

બાળકીએ માતાને આપવીતી કેહતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે.